ભગવાન બનીને આવ્યો આ માણસ, સત્ય બહાર આવ્યું તો હોંશ ઉડી ગયા
ગ્રેટર નોઈડામાં આગળના છ મહિનાથી એક વ્યક્તિ ઉકરાડાના ઢગલામાં રહી રહ્યો હતો.ભૂખ્યો-તરસ્યો કમજોર થયેલા આ વ્યક્તિને લોકો પાગલ સમજીને ત્યાંથી પસાર થઇ જાતા હતા. તેની વ્યથા કોઈ સાંભળતું ન હતું. પણ શુક્રવારે અહીંથી પસાર થયેલા એક યુવકે આ વ્યક્તિની સમસ્યાને અનુભવીને તેની પાસે જઈને તેનું નામ પૂછ્યું તો ખબર પડી કે તે વ્યક્તિ બિહારનો રહેવાસી છે.

આ સિવાય અમુક જ કલાકોમાં આ વ્યક્તિના પરિવારના લોકો પણ મળી ગયા.કહેવામાં આવ્યું હતું કે પોતાના માતા-પિતાની મૃત્યુ પછી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો અને ભાગી ગયો હતો અને પછી તે આ કચરાના ઢગલામાં જ પડી રહેતો હતો. સૂચના મળવા પર તેના પરિવારના લોકો પણ તેને લેવા માટે આવી ગયા અને તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો.

ગ્રેટર નોઈડાના સાઈટ-4 સ્થિત ગ્રેન્ડ વેનિસ મૉલની સામે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. આ જગ્યાએ સેક્ટરો અને કંપનીઓથી નીકળતો કચરો નાખવામાં આવે છે.ડેલ્ટા-1 માં રહેનારા સુનિલ નાગરે જયારે આ ઉકરડામાં પડેલા વ્યક્તિને તેનું નામ પૂછ્યું તો તેણે વિકાસ જણાવ્યું.તે મૂળ રૂપથી પટના બિહારનો રહેરાઓ છે. સુનિલે કહ્યું કે વિકાસ ભૂખ્યો-તરસ્યો ઉકરડાના ઢગલામાં પડેલો મળ્યો હતો.

વાતચીતના દરમિયાન વિકાસે તેને એક મોબાઇએ નંબર પણ આપ્યો.સુનિલને તે નંબર પર ફોન કરતા જાણ થઇ કે તે નંબર તેના ફુવાનો હતો. તેના પછી તેને બધી જાણ કરી અને વિકાસ સાથે વિડીયો કોલ પણ કર્યો. અને તેના પછી બે કલાકની અંદર તેના પરિવારના લોકોને મળાવી દીધો.

ફુવાઍ સુનીલને કહ્યું કે તેના માતા-પિતાની મૃત્યુ થઇ ચુકી છે. જેના પછી તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. તેનો ઈલાજ પણ કરવામાં આવી રહ્યો હતો, પણ તે એક દિવસ હોસ્પિટલમાંથી અચાનક જ ગાયબ થઇ ગયો. સુનિલને એબમ્યુલન્સ ન મળવા પર પોલીસની મદદ દ્વારા તેને કેસરકારી હોસ્પ્ટિલમાં ભરતી કરવામાં આવ્યો.

ઉકરડા પાસેથી પસાર થાતા લોકો તેને પાગલ સમજીને નીકળી જાતા હતા કોઈએ તેનું દુઃખ સમજ્યું ન હતું પણ સુનિલને તેનું દુઃખ દેખાયું અને તેને તેના પરિવારને શોધી કાઢયા.અને પરિવારના લોકો એ પણ સુનીલનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે તેની પહેલા પણ સુનિલ સિંહ પંજાબના રહેનારા અંગ્રેજ સિંહને તેના પરિવારના લોકોને મળાવી ચુક્યા છે.