જાણવા જેવું હેલ્થ

ચાનું ભૂકીને આપણે હંમેશા ફેંકી દઈએ છીએ પણ કદી વિચાર્યું એના ફાયદા વિશે? વાંચો માહિતી લેખમાં

દુનિયામાં ઘણી એવી ચીજો છે, જે આપણા માટે સૌથી કિંમતી સાબિત થઇ શકે છે, પણ તેના વિશે યોગ્ય જ્ઞાન ન હોવાને લીધે આપણે તેનું મહત્વ સમજી શકતા નથી. એમાની જ આજે અમે તમને એક એવી ચીજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમારા માટે એક કચરા સમાન છે પણ તેના ફાયદા છે.

સવારે ઉઠવાની સાથે જ તમે ચા પીવી ખુબ પસંદ કરતા હશો. ચાને એનર્જી ડ્રિન્કના સ્વરૂપે થકાન દૂર કરવા માટે પણ પીવામાં આવે છે. ચા દરેક કોઈનો એક ખાસ હિસ્સો જ હોય છે. જો કે દરેક કોઈ ચા બનાવ્યા પછી વધેલી ચાય પત્તી એટલે કે ચાની ભૂકીને ફેંકી દેતા હોય છે, પણ જણાવી દઈએ કે આ વધેલી ચાની ભૂકીના અઢળક ફાયદાઓ છે.

Image Source

1. ઇજા માટે:

ઉકાળેલી ચાનું ભૂકીમાં ઇજાને પણ ઠીક કરી દેવાની ક્ષમતા રહેલી છે. વૈજ્ઞાનિકો પણ આ બાબત પર રિસર્ચ કરી રહ્યા છે કે ઇજા માટે ચાની ભૂકીનો યોગ્ય રીતે ઉપીયોગ કઈ રીતે કરવો. જો કે સામાન્ય રીતે પણ ઇજા પર ચાની ભૂકીનો લેપ લગાડવાથી ઇજામાં ઘણી રાહત મળે છે.

2. અરીસાને ચમકાવવા માટે:

વધેલી ચાની ભૂકીમાં વધારે પાણી નાખીને ફરીથી ઉકાળવામાં આવે અને આ પાણીને અલગ કરીને સ્પ્રે બોટલમાં ભરી દેવામાં આવે તો આ પાણી એક ગ્લાસ ક્લીનર તરીકે પણ કામ કરે છે. સ્પ્રે બોટલ દ્વારા તેને અરીસા કે કાચ પર છાંટો અને પછી તેને ન્યુઝ પેપર દ્વારા કે પછી સ્વચ્છ કપડાથી સાફ કરી લો, અરીસો કે કાચ ચમકવા લાગશે.

Image Source

3. છોડ માટે ખાતર તરીકે ઉપયોગી:

મોટાભાગે દરેક ઘરોમાં છોડ તો હોય જ છે અને એવામાં છોડને ખાતરની પણ જરૂરિયાત હોય છે. આવા સમયમાં આ ઉકાળેલી વધેલી ચાની ભૂકીનો ખાતર સ્વરૂપે ઉપીયોગ કરી શકાય છે. આ ઉપાયથી છોડ એકદમ સ્વસ્થ રહે છે.  આ સિવાય આ ઉપાયથી છોડની વૃદ્ધિ પણ જલ્દી થાય છે.

4. ફર્નિચરને કરો સાફ:

ચાની ભૂકીનો ઉપીયોગ ફર્નિચરને સાફ કરવા માટે પણ કરી શકાય છે, તેના માટે ચાની ભૂકીને પાણીમાં બે વાર ધોઈ લો. અને આ પાણીથી તમારા ફર્નિચરને સાફ કરો. આવું કરવાથી તમારું ફર્નિચર એકદમ નવા જેવું જ દેખાવા લાગશે.

Image Source

5.  વાળ માટે –

વાળમાં ચમક લાવવા માટે ગ્રીન ટી કે બ્લેક ટી વાપરી શકાય છે. એ માટે એક વાસણમાં પાણી ઉકાળવા મુકો, અને કેટલીક ટી-બેગ્સ નાખી દો. 15 મિનિટ સુધી આ પાણી ઉકળવા દો. એ પછી ઠંડુ થઇ જાય એટલે વાળમાં શેમ્પૂ કરીને પછી આ પાણીને વાળમાં લગાવીને થોડી વાર માટે રહેવા દો. એ પછી કોઈ પણ માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ કાઢો, તરત જ ફરક દેખાવા લાગશે.

6. સનબર્નથી સુરક્ષા માટે –

સનબર્ન દૂર કરવા માટે કેટલીક ટી-બેગ્સને લઈને પાણીમાં બોળી દો. પછી તેમને હલકા હાથેથી નીચોવીને ચહેરા પર મૂકી દો. એનાથી તમારી સનબર્નની તકલીફ દૂર થઇ જશે.

7. જો કોઈ જીવડું કરડી જાય તો –

ઘણીવાર એવું થાય છે કે પાર્ક કે બગીચામાં જઈએ ત્યારે કોઈ જીવડા કરડી જાય છે. ચાની ભૂકીના આ ફોર્મ્યુલા તમને કોઈ પણ જીવડાના કરડવાથી બચાવી લેશે, ભલે એ મચ્છર હોય. જ્યા જીવડાં કરડી ગયા હોય એ જગ્યા પર ઠંડા ટી-બેગ્સ રાખવાથી ખૂબ જ જલ્દી ફાયદો થાય છે.

Image Source

8. ડાર્ક સર્કલ દૂર કરવા –

જો તમને ડાર્ક સર્કલ થઇ ગયા છે, કે તમારી આંખો નીચે સૂજેલી રહે છે, તો પણ ઠંડા ટી-બેગ્સનો પ્રયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. તેમાં હાજર કેફીન આંખોની નીચેના કાળા કુંડાળા દૂર કરવામાં મદદ કરે છે.

9. પગમાંથી આવતી ગંધ દૂર કરવા –

જો તમારા પગમાંથી પણ ગંધ આવતી હોય તો ચાનો પ્રયોગ ફાયદેમંદ રહે છે. ચાની ભૂકી પાણીમાં નાખીને ઉકાળો. એ પછી પાણી ઠંડુ થઇ જાય એટલે કોઈ ટબમાં નાખી દો. પગને થોડીવાર સુધી આ પાણીમાં ડુબાડીને રાખો, આમ કરવાથી પગની ગંધ દૂર થઇ જશે.

10. બીજા પણ ઘણા ફાયદા –

ડરાઇ સ્કિનને મોસ્ચ્યુરાઇઝ કરવા, આફ્ટરશેવ તરીકે, અને વાળના રંગને યથાવત રાખવા માટે પણ ચાનો ઉપયોગ કરી શકાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks