ખબર

જેણે દેશના હજારો લોકોને મારી નાખ્યા એવા ખતરનાક કોરોના વેરિએન્ટનો પહેલો PHOTO સામે આવ્યો

આખરે ભારતમાં હજારો લોકોને મારી નાખનારા કોરોનના નવા વેરિએન્ટની તસ્વીર આવી જ ગઈ સામે

થોડા મહિનાઓ પહેલા શાંત બની ગયેલો કોરોના ભારતમાં ફરી ત્રાટક્યો અને તેની બીજી લહેરે આખા દેશની અંદર હાહાકાર મચાવી દીધો, કેટલાય લોકોના જીવ લઇ લીધા અને રેકોર્ડ બ્રેક નવા કેસ પણ સામે આવવા લાગ્યા.

કોરોનાના આ નવા વેરિએન્ટના કારણે ભારતથી લઈને બ્રિટેન અને કેનેડા જેવા દેશોમાં પણ કોરોનાએ તબાહી મચાવી દીધી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ગયા વર્ષે કોરોનાના આ વેરિએન્ટને લઈને ખુલાસો  હતો અને કહેવામાં આવ્યું હતું કે આ વાયરસ અંદરથી ખુબ જ મ્યુટેશન થઇ ચુક્યો છે જે ખુબ જ ખતરનાક સાબિત થઇ રહ્યો છે.

હવે કેનેડાની બ્રિટિશ કોલંબિયા યુનિવર્સીટી (UBC)એ કોરોનાના આ નવા વેરિએન્ટની મોલીક્યુલર તસ્વીર પબ્લિશ કરી છે જે આ બીજી લહેર માટે જવાબદાર છે. તેને B.1.1.7 COVID-19ના નામથી ઓળખવામાં આવે છે અને આ પહેલીવાર ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન બ્રિટેનમાં મળી આવ્યો હતો.

સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોનાનું આ વેરિએન્ટ જૂનના મુકાબલામાં ખુબ જ ઝડપથી ફેલાય છે અને જલ્દી જ પોતાનું સ્વરૂપ બદલે છે. આજ કારણ  છે કે તે લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યું છે. યુનિવર્સીટી રિસર્ચમાં સામે આવ્યું કે આ વેરિએન્ટ માનવ શરીરની કોશિકાઓમાં ખુબ જ ઝડપથી દાખલ થઇ જાય છે. આ વાત આ તસ્વીરમાં જોવા મળે છે.