અજબગજબ ખબર

ઘરમાં સંભાળ રાખવા ‘નોકર’ જોઈએ છે આ રોયલ ફેમેલીને, પગાર 18.5 લાખ રૂપિયા, તમે પણ અરજી કરી શકો છો

કોઈપણ અરજી કરી શકે છે…આ રોયલ ફેમેલીને ઘરમાં સંભાળ રાખવા ‘હાઉસ કીપર’ જોઈએ છે, પગાર 18.5 લાખ રૂપિયા…

આજના સમયમાં લોકો સારી નોકરીની શોધમાં હોય છે. સારી નોકરી હોય તો પગાર પણ સારો મળે એવું જ મોટાભાગે લોકોનું માનવું છે, પરંતુ કોઈ નોકરને વાર્ષિક 18 લાખ રૂપિયાનું પેકેજ મળે તો નવાઈ લાગે ને? પરંતુ આ હકીકત છે. એક રોયલ ફેમેલીને પોતાના ઘરમાં હાઉસ કિપરની જરૂર છે અને તેના માટે તે 18.5 લાખ રૂપિયા સુધીનો પગાર પણ ચુકવશે.

Image Source

બ્રિટિશ રોયલ ફેમેલીને એક કુશળ અને કામની અંદર માહિર હાઉસ કીપરની શોધ છે.આ હાઉસ કિપરની નોકરી માટે પસંદગી પામેલા વ્યક્તિને 18.5 લાખ રૂપિયા શરૂઆતી પગાર મળવાનો છે જે કોઈ ડોક્ટર કે ઇંજિનિયર કરતા પણ વધારે છે.

Image Source

રોયલ ફેમેલીની આ નોકરી માટે તેમની શરતો ઉપર ખરું ઉતરવું પડશે. આ નોકરી વિશે શાહી પરિવારે અધિકારીક વેબસાઈટ ઉપર “ધ રોયલ હાઉસહૉલ્ડ” ઉપર જાણકારી આપી છે. આવેદન કરવા માટેની છેલ્લી તારીખ 1 નવેમ્બર રાખવામાં આવી છે. 2 નવેમ્બરના રોજ તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

Image Source

ધ રોયલ હાઉસહૉલ્ડ ઉપર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ લેવલ 2 એપ્રેન્ટીશીપ જોબ છે. જેના પદનું નામ હાઉસ કીપિંગ આસિસ્ટન્ટ છે. આ નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારે બ્રિટેનના વિન્ડસર કૈસલ (મહેલ)માં કામ કરવું પડશે. અઠવાડિયામાં પાંચ દિવસ કામ ઉપર જવું પડશે અને બે દિવસની રજા મળશે. આ ઉપરાંત પસંદગી પામેલા વ્યક્તિને 33 દિવસની રજાઓ પણ (બેંક રજાઓ સહીત) અલગથી આપવામાં આવશે.

Image Source

પગાર આપવા ઉપરાંત પસંદગી પામેલા ઉમેદવારનો ખાવાનો ખર્ચ પણ બ્રિટનનો શાહી પરિવાર જ ઉઠાવશે. એટલું જ નહિ, નોકરીમાં યાત્રા દરમિયાન થવા વાળો ખર્ચ પણ અલગથી મળશે. સૌથી જરૂરી વાત કે નોકરી માટે ઉમેદવારે અંગ્રેજી અને ગણિતમાં માહિર હોવું જરૂરી છે.

Image Source

આ નોકરીની અંદર પસંદગી પામેલા ઉમેદવારને 13 મહિનાની તાલિમ આપવામાં આવશે, ત્યારબાદ શાહી પરિવાર દ્વારા એક સ્થાયી કર્મચારી તરીકે રાખવામાં આવશે. કામ દરમિયાન તેને શાહી પરિવારના અલગ અલગ નિવાસ સ્થાનો ઉપર પણ સ્થાનાતરિત કરવામાં આવશે. જેમાં બંકિઘમ પેલેસ પણ સામેલ છે.

Image Source

આ નોકરીમાં પસંદગી પામેલા વ્યક્તિનું કામ શાહી મહેલોની અંદરના ભાગની સાફ-સફાઈ કરવાનું હશે. સાથે જ તેને મહેલોની અંદરની વસ્તુઓની દેખરેખ પણ સુનિશ્ચિત કરવી પડશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બ્રિટેનના મહેલોમાં હજારો લોકો કામ કરે છે અને તેમને ખુબ જ સારો પગાર પણ આપવામાં આવે છે.