ઓફિસમાં પોતાની જ સહયોગી સાથે ઇલુઇલુ કરતા રંગેહાથ ઝડપાયો મંત્રી, જનતા કરી રહી છે હવે રાજીનામાની માંગણી

લફરાબાજ મંત્રીનું ભોપાળું છતું થયું, મહિલા સહકર્મી સાથે ઓફિસમાં ઈલુ-ઈલુ કરતા ઝડપાયો- જુઓ

સોશિયલ મીડિયા અને સમાચારોમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે કે જેમાં જોવા મળે છે કે ઓફિસમાં પોતાના જ સહકર્મી સાથે ઘણા લોકોના અફેર હોય છે, આવા કિસ્સાઓ જયારે બહાર આવે છે ત્યારે ખુબ જ મોટો હોબાળો પણ મચી જતો હોય છે, આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં ઓફિસનો કોઈ કર્મચારી નહિ પરંતુ મંત્રી પોતે જ પોતાની સહયોગી સાથે ઇલુ ઇલુ કરતા ઝડપાયા છે.

આ ઘટના બની છે બ્રિટેનમાં. બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હેન્કોકનો તેમની ઓફિસની સહયોગી સાથેનો અફેર દુનિયાની સામે આવ્યો તો હોબાળો મચી ગયો. બંનેની એક તસ્વીર લીક થઇ છે જેમાં તે કિસ કરતા નજર આવી રહ્યા છે. જેના બાદ જનતા તેમના રાજીનામાની માંગણી પણ કરી રહી છે.

હેન્કોક દ્વારા લોકોની માફી પણ માંગવામાં આવી છે.  પરંતુ આ માફી તેમને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના કરવા માટે માંગી છે. આ ઉપરાંત તેમને રાજીનામુ આપવાથી પણ ઇન્કાર કરી દીધો છે. હેંકોન્કે પોતાના નિવેદનની અંદર અફેરની ખબરોને ખારીજ નથી કરી પરંતુ પોતાના પરિવાર માટે નિજતાની અપીલ કરી છે. હેન્કોકના બચાવમાં ઉતરેલા તેમના સાથિયોનું કહેવું છે કે આ તેમનો અંગત મામલો છે અને મંત્રીપદ સાથે તેમનો સંબંધ નથી.

તો બીજી તરફ તેમના રાજીનામાંની મંગની કરી રહેલા વિરોધીયોનું કહેવું છે કે સ્વાસ્થ્ય મંત્રી સાથે કામ કરવા વાળાનો ખાસ સંબંધ હોવો ટેક્સપેયર સાથે દગો છે. એટલું જ નહીં. સોશિયલ ડિસ્ટન્સના નિયમોં તોડવાને જનતા સાથે વિશ્વાસઘાત જણાવવામાં આવ્યો છે. આ વિવાદ વધવાના કારણે હેન્કોકએ એક વેક્સિનેશન સેન્ટરની મુલાકાત પણ રદ્દ કરી નાખી છે.

તમને જણાવી દઈએ કે હેન્કોકના લગ્નને 15 વર્ષ થઇ ચુક્યા છે. તેમની પત્ની માર્થા સાથે ત્રણ બાળકો પણ છે. તો જે સહયોગી સાથે તેમનું અફેર ચાલી રહ્યું છે તે પણ પરણિત છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બંનેની મુલાકાત ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં થઇ હતી.

Niraj Patel