ખબર

સુરતમાં નોંધાયો યુકે સ્ટ્રેનનો નવો કેસ, તંત્ર થયુ દોડતુ, જાણો સમગ્ર વિગત

આ નવા કેસથી લોકોનો જીવ તાળવે ચોંટી રહ્યો છે. આવામાં સુરતથી મોટું ટેન્શન સામે- જાણો સમગ્ર વિગત

સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ આવતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે. કેસ સામે આવતા જ તંત્ર હરકતમાં આવ્યુ છે. ફેબ્રઆરી મહિનામાં ત્રણ લોકોના સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતાં. આ સેમ્પલમાં યુકેના નવા સ્ટ્રેન કોરોનાના લક્ષણો દેખાતા તંત્ર દોડતું થયું છે.

રાંદેર ઝોનના 2 અને અન્ય 1 વ્યક્તિમાં યુકે સ્ટ્રેઇનના લક્ષણો મળ્યા છે. કોરોનાના કેસો વધતા વરાછા, સરથાણા, પાલ અને પાલનપુરમાં ફરી ક્લસ્ટર ઝોન લાગુ કરાયા છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં બ્રિટેનના નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. સુરતમાં તાજેતરમાં કેટલાક લોકો બ્રિટનથી પરત ફર્યા હતા. યુકેથી સુરત આવેલા 3 લોકોના સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હતા. ત્યારે એક કેસમાં બ્રિટનના નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે.

પ્રતિકાત્મક તસવીર

આ વિશે આરોગ્ય કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, યુકેથી આવેલા 3 ના સેમ્પલ ફેબ્રુઆરી મહિનામાં પૂણેમાં મોકલાયા હતા. જેમાથી એકમાં બ્રિટનનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે.

રાંદેર વિસ્તારની વ્યક્તિમાં સ્ટ્રેન જોવા મળ્યો છે. ત્યારે તકેદારીના ભાગરૂપે વરાછા અને રાંદેર ઝોનમાં 530 ઘરોના 2 હજાર લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઈન કરાયા છે.

પ્રતિકાત્મક તસવીર

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 54,285 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1,137 છે. અત્યાર સુધીમાં 52,541 લોકોને સાજા થતા રજા આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,શહેરમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના શાળાના સ્ટાફમાં કોરોના પોઝિટીવ કેસ જોવા મળી રહ્યા છે.