બાળકોને શાળાએ છોડવા જતી સ્કૂલવાનને સામેથી આવતી ટ્રકે મારી જોરદાર ટક્કર, 4 માસુમ બાળકો મોતને ભેટ્યા, 11 ગંભીર રીતે ઘાયલ, સમગ્ર ઘટના જાણીને હચમચી જશો

ભયાનક એક્સિડન્ટમાં 4 બાળકોના મોત: સ્કૂલવાનના ફુરચા ઉડી ગયા…બાળકોની લાશ બહુ મુશ્કેલીથી બહાર કાઢી, જુઓ તસવીરો

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે, કેટલીકવાર કોઈની ભૂલના કારણે કોઇ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને છે અને પોતાનો જીવ પણ ગુમાવતો હોય છે, ત્યારે હાલ એવા જ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર આવી રહ્યા છે, જ્યાં વહેલી સવારે બાળકોને સ્કૂલે છોડવા માટે જતી સ્કૂલવાનને અકસ્માત નડ્યો હતો, આ અકસ્માતમાં ચાર માસુમ બાળકો મોતને ભેટ્યા હતા.

આ હચમચાવી દેનારા અકસ્માતની ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી. જ્યાં ફરી એકવાર ગતિના કહેરથી 4 નિર્દોષ લોકોના લોહીથી રોડ લાલ થઈ ગયો. શાળાના બાળકોથી ભરેલી વાનને સામેથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ટક્કર મારી હતી. આ માર્ગ અકસ્માતમાં ચાર માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે 11 ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ચાર ગંભીર ઇજાગ્રસ્તોને ઇન્દોર રીફર કરાયા હતા. પોલીસે બંને ચાલકોની ધરપકડ કરી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ન પહોંચી હોવાથી ઇજાગ્રસ્તોને રસ્તા પરથી પસાર થતી બસમાં નીચે સુવડાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત ઉનહેલ-નાગદા રોડ પર થયો હતો. નાગદા નગરમાં એક ખાનગી કોન્વેન્ટ સ્કૂલના બાળકોથી ભરેલી ટ્રેક્સ તુફાનને ઝિરનિયા ડિવાઈડર પાસે સામેથી આવતી એક ઝડપી ટ્રકે ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કૂલવાનના ફુરચા ઉડી ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે આવ્યા હતા. આ ઉપરાંત મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી મૃતદેહો તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા. હવે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા ઉમા, સુમિત, ઇનાયા અને ભવ્યાંશનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. મિનિ બસમાં સવાર તમામ બાળકો 10 થી 15 વર્ષની વયજૂથના હતા. સીએમ શિવરાજ સિંહે અકસ્માતને લઈને તેમના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમએ ટ્વીટ કરીને લખ્યું કે ઉજ્જૈન પાસે એક માર્ગ અકસ્માતમાં ચાર શાળાના બાળકોના હૃદયદ્રાવક મૃત્યુથી હું દુઃખી છું. મૃતકોના આત્માને શાંતિ આપે અને અકસ્માતમાં ઘાયલ થયેલા બાળકો ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના.

Niraj Patel