કમાના ગમતા ગીત “રસિયો રૂપાળો” પર UGVCLના કર્મચારીઓ લોકોને લાઈટ બિલ ભરવા માટે કરી અનોખી પહેલ… વાયરલ થયો અનોખા અંદાજનો વીડિયો

વાહ.. લોકોને લાઈટ બિલ ભરવા માટે જાગૃત કરવા UGVCLના આ કર્મચારીએ લોકોને ગીત ગાઈને એવી આપી ચેતવણી કે, આખું સોશિયલ મીડિયા તેમની ફેન બની ગયું, વાયરલ થયો વીડિયો

ગુજરાતમાં થોડા દિવસ પહેલા એક ગીત ખુબ જ વાયરલ થયું હતું. “રસિયો રૂપાળો રંગ રેલીઓ…”. આ ગીત ખાસ કિર્તીદાનના કમાના કારણે વાયરલ થયું હતું. જેમાં કમો આ ગીત વાગવાની સાથે ઝૂમવા લાગતો હતો. પરંતુ હાલ આ ગીત ફરી ચર્ચામાં આવ્યું છે અને તે કમાના કારણે નહિ પરંતુ જીઇબીના કર્મચારીઓના કારણે.

વાયરલ  થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે GEBના કર્મચારીઓ એક ગામની અંદર ગાડી લઈને પહોંચે છે અને એક કર્મચારી ગાડીની બહાર ઉભા ઉભા માઈકમાં “રસિયો રૂપાળો” ગીત ગાવાનું શરૂ કરે છે. પરંતુ આ ગીતમાં તે પોતાના તરફથી પણ શબ્દો ઉંમરે છે અને લોકોને લાઈટ બિલ ભરવા માટે જાગૃત કરે છે.

કર્મચારી માઈકમાં કહે છે કે “મારા માનવંતા મિત્રોને સંગીતના શબ્દોમાં કહી રહ્યો છું કે “રસિયો રૂપાળો રંગ રેલીઓ, લાઈટ બિલ ભરતા નથી.પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બિલ ભરતો નથી.” આ પછી તે પંખો બંધ થશે. લાઈટ બંધ થશે. અને લાઈટ કપાશે જેવા શબ્દોનું પ્રયોજન કરીને આખું ગીત સંભળાવી લાઈટ બિલ ભરવા માટે લોકોને વિનંતી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વીડિયોમાં જોવા મળી રહેલા આ કર્મચારીનું નામ જગદીશ ગોસ્વામી છે. જે UGVCL પાટણ સિટીમાં લાઈનમેન તરીકે ફરજ બજાવે છે. જગદીશભાઈ સંગીત ક્ષેત્રે એક જાણીતું નામ પણ છે. તેઓ પોતાની ફરજ સાથે સાથે પોતાન ગીત સંગીતના શોખને પણ જીવંત રાખે છે અને હાલ તમેનો આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel