આ વ્યક્તિની છે 12 પત્નીઓ, 102 બાળકો અને 568 પૌત્ર-પૌત્રીઓ, વાંચો 67 વર્ષના વ્યક્તિના પરિવારની અજબ કહાની

ખેડૂતની 12 પત્નીઓ, 102 બાળક, 568 પૌત્ર-પૌત્રીઓ, હવે આવી અક્કલ, વાંતો ત્રીજી દુનિયાની અજબ કહાની

દુનિયામાં ઘણી રીતના હૈરતઅંગેજ કારનામાથી તમે વાકેફ હશો. એવી જ એક ખબર હાલ સામે આવી છે. આફ્રિકા વિશ્વની અનેક અજાયબીઓથી ભરેલું છે. તેમાંથી એક યુગાન્ડાના ખેડૂત મૂસા હસાહયા છે. મુસાને 12 પત્નીઓ, 102 બાળકો અને 568 પૌત્ર-પૌત્રીઓ છે. આટલા મોટા પરિવારને આગળ લઈ ગયા પછી હવે તે સમજદાર બની ગયો છે. મુસાએ કહ્યું છે કે તે હવે કુટુંબ વધારવા માંગતો નથી. આ કારણોસર તેમની પત્નીઓ ગર્ભ નિરોધક ગોળીઓ લેવાનું વિચારી રહી છે.વ્યવસાયે ખેડૂત મુસાએ જણાવ્યું કે રોજબરોજનો ખર્ચ ચલાવવો મુશ્કેલ બની ગયો છે અને આવક સતત ઘટી રહી છે.

મુસા યુગાન્ડાના લુસાકા શહેરમાં રહે છે. મુસાએ વધતા જતા ખર્ચને જોતા પરિવારમાં વધારો થતો રોકવાનો નિર્ણય કર્યો છે. ધ સનના અહેવાલ અનુસાર, 67 વર્ષિય મુસા કહે છે કે, તેણે તેની પત્નીઓને ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરવા કહ્યું છે જેથી તે તેના પરિવાર માટે ખાન ખરીદી શકે. મુસાએ કહ્યું, ‘વર્ષ-વર્ષે જીવનનિર્વાહનો ખર્ચ વધી રહ્યો છે અને મારી આવક ઓછી થતી જાય છે.આ સાથે મારો પરિવાર સતત વધી રહ્યો છે. મુસાએ કહ્યું, ‘હું એક પછી એક મહિલા સાથે લગ્ન કરતો રહ્યો. એક જ પત્નીથી પુરુષ કેવી રીતે સંતુષ્ટ થઈ શકે.’

મુસાએ કહ્યું કે તેની બધી પત્નીઓ એક જ ઘરમાં રહે છે જેથી તે નિગરાની રાખી શકે. આ તેમની પત્નીઓને અન્ય પુરૂષો સાથે સંબંધ બાંધતા અટકાવશે. મુસાની સૌથી નાની પત્ની 11 બાળકોની માતા છે. તેણે કહ્યું, ‘મારે વધુ બાળકો નથી જોઈતા. મેં ખૂબ જ ખરાબ આર્થિક સ્થિતિ જોઈ છે.હવે હું ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરીશ જેથી બાળકોનો જન્મ ન થાય. મૂસાનું સૌથી નાનું બાળક 6 વર્ષનું અને સૌથી મોટુ 51 વર્ષનું છે. તે બધા ખેતરમાં મુસા સાથે રહે છે. તેનું સૌથી મોટું બાળક તેની સૌથી નાની માતા કરતાં 21 વર્ષ મોટું છે.

મૂસાની પત્નીઓ ગર્ભ નિરોધક ગોળીઓ લેશે, પરંતુ લુસાકામાં તેનો ઉપયોગ ખૂબ જ વિવાદાસ્પદ માનવામાં આવે છે.નાદુરસ્ત તબિયતને કારણે મુસા હવે કામ કરી શકતો નથી અને તેની બે પત્નીઓ નબળી આર્થિક સ્થિતિને કારણે તેને છોડીને ચાલી ગઈ છે. જણાવી દઈએ કે જ્યાં મુસા રહે છે ત્યાં અલગ અલગ લગ્ન કરવાને કાયદાકીય રીતે ખોટું માનવામાં આવતું નથી. જો કે, ત્યાં કોન્ડોમનો ઉપયોગ વિવાદાસ્પદ માનવામાં આવે છે. મૂસાના લગભગ ત્રીજા ભાગના બાળકો તેની સાથે તેના ખેતરમાં કામ કરે છે.

Shah Jina