સફેદ ચાદરમાં લપેટાયેલી તે અભિનેત્રી જેના એક પોસ્ટરે મચાવ્યો હતો તહેલકો, જાણો હવે ક્યાં છે ?

બોલ્ડનેસની હદ વટાવીને આ અભિનેત્રીએ ઉડાવી દીધા હતા બધાના હોશ, હવે આવી દેખાય છે જુઓ

બૉલીવુડ એક એવી દુનિયા છે જ્યાં પહોંચવું સૌનું સપનું રહ્યું હોય છે, પરંતુ આ દુનિયામાં ઘણા આવ્યા અને ઘણા ખોવાઈ પણ ગયા, ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ શરૂઆતમાં સફળતાનાં શિખરો સર કરતા રહ્યા પણ

એક સમય એવો આવ્યો જેના કારણે સફળતા તેમનાથી દૂર ચાલી ગઈ અને એ લોકો પણ ફિલ્મોથી હમેંશાને માટે દૂર ચાલ્યા ગયા. આજે અમે તમને એવી જ બોલીવુડમાં બોલ્ડ અદાકારીથી જેમને પોતાનું નામ એક સમયે બનાવ્યું હતું પરંતુ આજે તે એક ગુમનામ દુનિયામાં ખોવાઈ ગઈ છે એવી અભિનેત્રીઓ વિષે જણાવીશું.

બોલિવૂડની સૌથી સુંદર અને ક્યૂટ અભિનેત્રી યામી ગૌતમે લગ્ન કરી લીધા છે. જી હાં અભિનેત્રીએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા પોતાના ફેન્સ સાથે ખુશખબર શેર કરી છે. યામી ગૌતમે આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે.

બોલીવુડમાં આપણે ઘણી લવ સ્ટોરી જોઈએ છીએ, અને તે પ્રેમમાં બંધાતા લગ્ન સુધી પહોંચે છે, અભિનેતા અને અભિનેત્રી એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન સંબંધથી બંધાય છે પણ ઘણી અભિનેત્રીઓને નિર્દેશક સાથે પણ પ્રેમ થઇ જાય છે.

ફિલ્મી દુનિયામાં અભિનેત્રીઓની કારકિર્દી વધારે સમય નથી રહેતી. કોઈક લગ્ન કરી લે છે તો કોઈ ફિલ્મો છોડીને બીજા કોઈ ક્ષેત્રમાં નામ બનાવવા લાગે છે. બોલિવૂડમાં કેટલીક અભિનેત્રીઓ પણ રહી છે.

જેમણે ઓછી ફિલ્મો કરીને લગ્ન કરી લીધા હોય  કે પછી ફિલ્મો કરવાનું બંધ કરી દીધું હોય. આવા ગુમનામ સીતારાઓમાં આજે અમે જણાવીશું એવી જ એક પ્રખ્યાત અભિનેત્રી વિશે જેનુ નામ ઉદિતા ગોસ્વામી છે.

ઉદિતાનો જન્મ 9 ફેબ્રુઆરી 1984માં થયો હતો. ઉદિતાનું ભણતર ઉત્તરાખંડમાં જ થયો હતો. 16 વર્ષની ઉંમરે ઉદિતાને ફેશન ઇન્સ્ટિટ્યૂટ માટે ‘રૈપ વોક’કરવાની તક મળી હતી. ત્યારબાદ ઉદિતા દિલ્હી આવી ગઈ હતી અને મોડલિંગ ચાલુ કર્યું હતું.

મોડલિંગમાં કારકિર્દી બનાવવા માટે ઉદિતાએ દિલ્હી પછી મુંબઈ આવી ગઈ હતી. શરૂઆતમાં ફિલ્મોમાં કામ કરવા માટે ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે શરૂઆતમાં ‘પેપ્સી’ અને ‘ટાઇટન વોચ’ના વિજ્ઞાપન પણ કરેલા છે. વર્ષ 2003માં ઉદિતાએ પૂજા ભટ્ટની ફિલ્મ ‘પાપ’થી તેનું બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું.

આવી રીતે ઉદિતા ગોસ્વામીની કારકિર્દીની શરૂઆત થઇ હતી પરંતુ ‘પાપ’બોક્સ ઓફિસ પર ફ્લોપ થઇ હતી. જોકે તેના બોલ્ડ સીનના લીધે ઉદિતા તેની પહેલી ફિલ્મથી ખુબ ચર્ચામાં રહી હતી. ત્યારબાદ ઉદિતાને એવી એક  ફિલ્મ મળી જેનાથી ઉદિતાની લોકપ્રિયતામાં ચાર ચાંદ લગાવી દીધા અને જીવનસાથી પણ અપાવી દીધો હતો.

‘જહેર’ના શૂટિંગ દરમ્યાન જ મોહિત સૂરીને  ઉદિતા સાથે પ્રેમ થઇ ગઈ ગયો હતો અને લગભગ 9 વર્ષ ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. આ ફિલ્મમાં ઉદિતાએ ઘણા બધા બોલ્ડ સીન આપ્યા હતા. ફિલ્મનું તે પોસ્ટર જેમાં સફેદ ચાદરમાં ઉદિતાની પીઠ નજર આવી રહી હતી તે તસવીર ખુબ જ ચર્ચામાં રહી હતી.

‘જહેર’ ફિલ્મથી ઉદિતાને લોકપ્રિયતા તો મળી પરંતુ તેના હિસ્સામાં મોટી ફિલ્મો ક્યારેય આવી નહિ કેમકે તેને પ્રમોશન કરતા આવડ્યું હતું નહિ. તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરતી હતી અને લગ્ન પછી પણ બે બાળકોની માતા બન્યા પછી પણ લાઇમલાઈટથી દૂર જ રહે છે.

‘જહેર’ પછી તેની કારકિર્દીનો ગ્રાફ ઉપર જવાને બદલે ઝડપથી નીચે આવા લાગ્યો હતો. તેના પછી ઉદિતાની ‘અગર’, ‘કિસસે પ્યાર કરું’ અને ‘ફોક્સ’ જેવી ફિલ્મો રિલીઝ થઇ હતી. કારકિર્દી ખરાબ થતા ઉદિતાએ 2013માં લગ્ન કરી લીધા અને ફિલ્મોને અલવિદા કહી દીધું.

“પાપ” જેવી ફિલ્મો કરી ચૂકેલી ઉદિતાએ ડિરેક્ટર મોહિત સુરી સાથે લગ્ન કર્યા હતા. મોહિતે “એક વિલન” જેવી ફિલ્મો બનાવી છે. બંનેએ 2013માં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ 2015માં બંને ‘દેવી સુરી’ નામની પુત્રીના માતાપિતા બન્યા હતા.

Patel Meet