મનોરંજન

ઉદિત નારાયણએ દીકરા આદિત્યને લઈને કર્યો ધડાકો, કહ્યું કે આદિત્ય 10 વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં…

ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણએ 1 ડિસેમ્બરના રોજ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન મુંબઈના એક મંદિરમાં નજીકના દોસ્તો અને પરિવારની હાજરીમાં થયા હતા. 2 ડિસેમ્બરના રોજ નારાયણ પરિવાર દ્વારા એક રિસેપ્સનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં જ ઉદિત નારાયણએ આદિત્ય અને શ્વેતાના લગ્ન વિષે જણાવ્યું હતું કે, બંનેએ લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Udit Narayan (@uditnarayanmusic)

ઉદિતે જણાવ્યું હતું કે, તે આદિત્ય અને શ્વેતાના સંબંધ વિષે જાણતા ના હતા તે વિચારતા હતા કે તે બંને ફક્ત મિત્ર છે. આદિત્ય અને શ્વેતા છેલ્લા 10 વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં હતા. આ લગ્ન માટે સાચો સમય હતો.

મારે એક જ દીકરો છે તેથી હું ઈચ્છતો હતો કે તેના લગ્ન ધામધૂમથી કરવામાં આવે. હું ઈચ્છતો હતો કે, મારા દીકરાના લગ્નમાં મારા મિત્ર આવે પરંતુ કોરોનાને કારણે આ થઇ શક્યું ના હતું. જયારે પરિસ્થિતિ થાળે પડી જશે ત્યારે હું મિત્રને આમંત્રણ આપીશ.

ઉદિતે વધુમાં જણાવ્યું હતું કે, કોવીડના કારણે 50 મહેમાનનો જ આમંત્રણ આપી શકાતું હતું. મને ઘણું ખરાબ લાગ્યું હતું. વડાપ્રધાન મોદી, અમિતાભ બચ્ચન અને અંબાણી પરિવારને લગ્નમાં આમંત્રણને લઈને કહ્યું હતું કે, મેં તે લોકોને આમંત્રિત કર્યા હતા.

પરંતુ કોવીડના કારણે કાર્યક્રમમાં આવી શક્યા ના હતા. ઉદિતેએ પણ કહ્યું હતું કે, ત્રણેયએ આદિત્ય અને શ્વેતાને પત્ર લખીને શુભેચ્છા આપી હતી.

વહુ શ્વેતાને લઈને ઉદિતે કહ્યું હતું કે, વહુ ઘણી જ પ્રેમાળ છે. તે બહુ ઓછી વાત કરે છે. જયારે બોલે છે ત્યારે અમે બહુ જ ધ્યાનથી તેનો અવાજ સાંભળીએ છીએ. આદિત્યને લગ્ન માટે ઘણા માંગા આવ્યા હતા. ફરી આદિત્યએ તેની માતાને જણાવ્યું હતું કે, તે શ્વેતા સાથે જ લગ્ન કરવા માંગે છે આ સાથે જ ઘણા વર્ષથી શ્વેતા સાથે રિલેશનશિપમાં છે.