મનોરંજન

નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણના લગ્નની ખબરો પર ઉદિત નારાયણે આપ્યું આ નિવેદન

નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણના લગ્નની અફવાઓ આજકાલ બધે જ ચર્ચાનો વિષય બની રહી છે. થોડા દિવસો પહેલા ઇન્ડિયન આઇડલમાં, આપણે જોયું હતું કે આ શોના હોસ્ટ આદિત્ય નારાયણ અને શોના જજ નેહા કક્ક્ડના મમ્મી-પપ્પા આવ્યા હતા.

Image Source

શોમાં ઉદિત નેહા માટે લગ્નનો સંબંધ લઈને આવ્યા હતા. હવે શોની આ સિક્વન્સ જોયા પછી આદિત્ય અને નેહાના રિલેશનના સમાચાર આવવા લાગ્યા.

Image Source

એટલું જ નહીં, તેમના લગ્નની ખબરો પણ કેટલાક દિવસોથી વાયરલ થઈ રહી છે. ત્યારે લગ્નની ખબરો વચ્ચે તાજેતરમાં જ ઉદિત નારાયણે નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્ન અંગે પ્રતિક્રિયા આપી છે.

Image Source

તેમણે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને ગમશે કે કોઈ ફિમેલ સિંગર અમારા ઘરમાં પગ મૂકશે.

Image Source

હાલમાં જ એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદિતે કહ્યું, ‘નેહા ખૂબ જ પ્રેમાળ છોકરી છે. તે ખૂબ સારું ગાય પણ છે. મને નેહા ખૂબ ગમે છે. માત્ર મને જ નહીં, દરેક જણ તેને ખૂબ પસંદ કરે છે. તેણે જાતે જ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે અને હું તેના ગીતો ઘણી વાર સાંભળું છું.’

Image Source

નેહા અને આદિત્ય વિશે તેમણે કહ્યું કે, ‘બંને એક બીજાને સારી રીતે જાણે છે, પણ બાકીની બાબતો વિશે મને ખબર નથી. ટીવી પર આ બંને વિશેની ખબરો તો આવતી રહે છે, પરંતુ મને ખબર નથી કે બંને લગ્ન કરી રહ્યા છે. જો તેમ થાય તો મને આનંદ થશે કે તે અમારા કુટુંબનો ભાગ બનશે.’

Image Source

જણાવી દઈએ કે નેહા અને હિમાંશ કોહલીના ગયા વર્ષે બ્રેકઅપ થયું હતું. આ બ્રેકઅપથી નેહા ખૂબ ભાંગી પડી હતી. તે પણ ડિપ્રેશનમાં પણ ચાલી ગઈ હતી.

Image Source

જો કે ત્યારબાદ નેહાએ પોતાને સંભાળી લીધી અને પોતાના પ્રોફેશનલ જીવનમાં વ્યસ્ત થઇ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

જણાવી દઈએ કે આ દિવસોમાં નેહા ઈન્ડિયન આઇડલમાં જજની ભૂમિકા નિભાવી રહી છે, ત્યાં આદિત્ય નારાયણ શોમાં હોસ્ટ તરીકે જોવા મળી રહ્યો છે.

Image Source

જો કે તેમના લગ્નની અફવાઓ અંગે બંનેમાંથી કોઈએ પણ પ્રતિક્રિયા આપી નથી. જણાવી દઇએ કે નેહા કક્કરે દિલબર, મનાલી ટ્રાંસ, કાલા ચશ્મા, આંખ મારે, એક કમ જિંદગાની, યાદ પિયા કી આને લગી, ધીમે-ધીમે, નિકલે કરંટ અને મખના જેવા ગીતોથી ઓળખ મેળવી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.