ખબર

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રીની સપથ લીધા બાદ કરી પ્રેસ કોન્ફ્રન્સ, પત્રકારે એવો સવાલ પૂછ્યો કે ઠાકરેને આવી ગયો ગુસ્સો

મહારાષ્ટ્રના ચાલેલી રસાકસીનો અંતે બે દિવસ પહેલા જ અંત આવ્યો અને ગઈકાલે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકેની સપથ લીધી. હજુ આગામી દિવસોમાં મહારાષ્ટ્ર સરકારમાં કોઈ ઉલટફેર થાય તો નવાઈ નથી.

Image Source

ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા બાદ ગઈકાલે એક ભવ્ય સમારંભમાં શિવાજી પાર્ક ખાતે સપથ વિધિ સમારંભ રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. હજારોની સંખ્યામાં લોકો આ સપથવિધિને નિહાળવા માટે આવ્યા હતા.

Image Source

સપથ વિધિના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની મિટિંગ પણ બોલાવી અને પોતાના મંત્રીઓ સાથે પ્રેસ કોન્ફ્રન્સ પણ કરી. આ પ્રેસ કોન્ફરન્સની અંદર ઉદ્ધવ ઠાકરેએ પોતાની સરકાર આગામી સમયમાં કેવા કામો કરશે તે વિષયક માહિતી આપી.

Image Source

આજ પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે ઉદ્ધવ ઠાકરેને એક એવો પ્રશ્ન પૂછી લીધો કે તે પ્રશ્ન સાંભળીને ઉદ્ધવ ગુસ્સે થઇ ગયા. પ્રશ્નનો યોગ્ય જવાબ તો તે આપી જ ના શક્યા પરંતુ પત્રકારને સામો જ પ્રશ્ન કરી બેઠા. પત્રકારના પ્રશ્નો જવાબ આપવા માટે એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબલણે આવવું પડ્યું અને તેમને આ સમગ્ર મામલાને શાંત કર્યો હતો.

Image Source

શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી છે ત્યારે પત્રકારે ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું કે “શું શિવસેના હવે સિક્યુલર બની ગઈ છે?” આ સવાલ સાંભળી અને ઉદ્ધવ ઠાકરે ભડકી ઉઠ્યા અને સામે પ્રશ્ન કરતા કહ્યું : “સિક્યુલરનો અર્થ શું છે? બંધારણમાં જે છે તે છે.”

શિવસેનાની સરકાર હવે 5 વર્ષ સુધી સત્તા ઉપર ટકી રહેશે કે નહિ એ તો આવનાર સમય જ બતાવશે પરંતુ પત્રકાર  દ્વારા પૂછવામાં આવેલા આ પ્રશ્નએ ઉદ્ધવ ઠાકરેની ઊંઘ ચોક્કસ ખરાબ કરી હશે.

Video:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.