ભારતની આ ધરતી પર એવી અનમોલ પ્રતિભાઓ છુપાયેલી છે, આપણા દેશમાં રહેવાવાળા લોકો ઘણા આશ્ચર્યચકિત કરી દે એવા કારનામા કરતા આવે છે. તેમના સાહસમાં છુપાયેલી પ્રતિભા વિશે માત્ર ભારત જ નહીં, પણ દુનિયા આખી જાણે છે અને સલામ પણ કરે છે.
અમેરિકાએ જે સિદ્ધાંત પર કામ કરતા-કરતા 30 વર્ષ વિતાવી દીધા અને પછી પણ હાથે કઈ જ ન લાગ્યું એ જ સિદ્ધાંત પર એક ભારતીયએ કામ કરીને સિદ્ધ કરી બતાવ્યું. આસામમાં જન્મેલા મિકેનિકલ એન્જીનીયર ઉદ્ધવ ભરાલીએ 1987માં ગરીબીના કારણે પોતાનો યુનિવર્સીટીનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો. તેમના પરિવારે તેમને નકામાની ઉપાધિ આપી દીધી કારણ કે તેઓ હંમેશા કોઈ પાગલ માણસની જેમ નવા-નવા કામો કરતા રહેતા જે દુનિયાએ ક્યારેય જોયા જ ન હોય. આ જ પાગલપણાને કારણે જ ઉદ્ધવ ભરાલીને નાસા દ્વારા એક સફળતમ નવીન શોધ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

ઉદ્ધવ ભરાલી એક બુદ્ધિવાન અને મહેનતી સંશોધક છે. તેમણે ઘણા બધા ઇનોવેટીવ પ્રોડક્ટ બનાવ્યા છે. 2012માં આસામમાં રહેવાવાળા ઉદ્ધવના બનાવેલ મશીનને નાસાએ નાસા એક્સેપ્નલ ટેક્નોલોજી અચીવમેન્ટ એવોર્ડથી નવાજ્યુ હતું.
ઉદ્ધવનો જન્મ આસામના લખીમપુરમાં રહેવાવાળા એક વેપારીના ઘરમાં થયો હતો. ઉદ્ધવ બાળપણથી જ બહુ હોશિયાર હતા. અને એમની આ હોશિયારીના લીધે જ સ્કૂલમાં પણ એમને પહેલા ધોરણમાંથી સીધા ત્રીજા ધોરણમાં અને પાંચમા ધોરણમાંથી સીધા દસમા ધોરણમાં એડમીશન મળ્યું હતું. તેના શિક્ષકોને એ ઘણા બધા મુશ્કેલ સવાલો પૂછતા જેને લીધે તેમને ઘણી વખત ક્લાસની બહાર ઉભા રાખવામાં આવતા.

પછી ઉદ્ધવે એન્જીનિયરીંગ કર્યું પરંતુ એના ઘરની હાલત ખરાબ હોવાથી તેમણે પોતાનું ભણતર વચ્ચેથી જ છોડવું પડ્યું. કામ કરીને ઘરનો ખર્ચ ચલાવવાની જવાબદારી એમના ઉપર આવી. એને લીધે તેનામાં રહેલા એક સંશોધક બહાર આવ્યા.
પિતાજીના ધંધામાં નુકશાનીને લીધે ઉદ્ધવના ઘર ઉપર બેંકનું કરજ વધી ગયું હતું. કોઈ પણ નોકરી કરે તો પણ આ કરજ ચૂકવી શકાય એમ ન હતું. આ વાત ઉદ્ધવ જાણતા હતા. એ સમયે એક કંપનીને પોલીથિન બનાવવાની એક વિદેશી મશીનને કોપી કરીને એના જેવું જ મશીન ઓછામાં ઓછા રૂપિયા ખર્ચીને ભારતમાં બનાવવું હતું.

ઉદ્ધવે આ ચેલેન્જ એક્સેપ્ટ કર્યો. અને 23 વર્ષની ઉમરે પહેલું મશીન બનાવ્યું. આ મશીનની કિંમત બજારમાં 5 લાખ રૂપિયા હોવા છતાં તેમણે આ મશીન માત્ર 67000 રૂપિયામાં બનાવ્યું. આ મશીન બનાવ્યા પછી એમને પોતાની અંદર રહેલી કળાનો એહસાસ થયો. અને એ પછી એમણે એકથી ચડિયાતી પ્રોડક્ટ બનાવાનું શરુ કર્યું. એમની આ બધી મહેનત ઘણા સમય સુધી લોકોથી છુપી રહી અને ઘણા બધા લોકોએ એમણે નિરુત્સાહી બનાવાની પણ કોશિશ કરી પણ તેઓ અડગ રહ્યા.

છેલ્લે 2005માં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF) અમદાવાદએ ઉદ્ધવ ભરાલીની પ્રોડક્ટ અને એમની શોધ પર ધ્યાન આપ્યું. અને એ પછી ઉદ્ધવના બધાં કામને લોકોએ વખાણવાનું શરુ કર્યું.
ગરીબીની હાલતમાં પસાર થઈને ઉપર આવવાવાળા ઉદ્ધવ તેમનું જે સમાજને પ્રતિ જે ઉતરદાયિત્વ કે જવાબદારી છે એ ખુબ જ સારી રીતે જાણતા હતા. કોઈ પણ કામ કરતી વખતે એમનો મુખ્ય ઉદેશ્ય કામથી લોકો અને સમાજનું ભલું કરવાનો જ રહ્યો.
ઉદ્ધવે ખાસ કરીને ખેતીના કામમાં આવે એવી અનેક પ્રકારની મશીનો બનાવી. અમેરિકાના એન્જીનિયરો 30 સાલની મહેનત કરીને જે દાડમને છોલવાની મશીન ન બનાવી શક્યાં એ મશીન ઉદ્ધવે બનાવી અને એ એમનું સૌથી પ્રસિદ્ધ સંશોધન છે. આ મશીનને નાસા, એમઆઈટી જેવી મોટી સંસ્થાએ નવાજ્યું. અને ભરાલીનું વ્યક્તિત્વ દુનિયાની સામે આવ્યું.

આજે કેટલાય દેશોમાંથી તેમને અલગ અલગ મશીન બનાવવાનું કામ આપવામાં આવે છે. એમને બનાવેલા બીજા મશીન પણ પ્રસિદ્ધ છે જેમાં દાડમની જેમ સોપારી તોડવાનું મશીન, વિકલાંગો માટે બનાવેલું ટોઈલેટ અને ચાના પાનમાંથી ચાની ભૂકી બનાવાનું મશીન વગેરે સામેલ છે.
એવા ઘણા બધા મશીન બનાવ્યા પછી પણ કોઈ પણ મશીન એમને જરૂરતમંદ અને ગરીબ લોકોને વેચ્યુ નહિ પરંતુ એમને મશીન મફતમાં આપી દીધું. એમણે પોતાના મશીનનો ક્યારેય કોમર્શીયલ પ્રોડક્શન થવા નથી દીધું. એ એમ કહેતા કે ‘પૈસા અને સંપતિ માણસને પાગલ બનાવી દે છે. એના લીધે બીજી કોઈ ક્રિએટીવીટી ન થઇ શકે.’ તેઓ પોતાનો પરિવાર અને સંશોધન ખર્ચ માટે પોતાની પ્રોડક્ટ બનાવતી કંપની પાસે રોયલ્ટીના રૂપમાં પૈસા લેતા. ટેક્નોલોજીમાં એમના યોગદાન માટે તેમને કેટલાય અવોર્ડ અને સન્માન મળ્યા છે.

2013માં એમને રાષ્ટ્રીય એકતા સમ્માન મળ્યું અને 2014માં થયેલા tedXમાં તેઓ સ્પીકર પણ રહી ચુક્યા છે. મુશ્કેલથી મુશ્કેલ સમયમાંથી બહાર આવીને ઉદ્ધવ ભરાલીએ સાબિત કરી દીધું કે આપણા દેશના દરેક ખૂણામાં ટેલેન્ટ છુપાયેલું છે. 100થી વધુ ઇનોવેશન પછી પણ ઉદ્ધવ ભરાલી આજે પણ એ જ લગન, મહેનત અને રસથી કામ કરતા રહ્યા છે. આપણા બધા માટે એ એક પ્રેરણા છે, એક આઈડલ છે. તેમના આ અસામાન્ય કાર્યથી એમણે એ બતાવી દીધું કે, “લહેરો સે ડર કર નૌકા પાર નહિ હોતી, કોશિશ કરનેવાલો કી કભી હાર નહી હોતી.”
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks