પૌત્રએ જ કરી દીધી દાદીની હત્યા, કારણ જાણી હેરાન રહી જશો

છેલ્લા ઘણા સમયથી હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં અંગત અદાવતના કારણે હત્યા કરવામાં આવે છે તો ઘણા કિસ્સાઓમાં પ્રેમ સંબંધના કારણે હત્યા કરવામાં આવે છે. પરંતુ હાલ એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પૌત્રએ જ નજીવી વાતમાં પોતાની દાદીની હત્યા કરી દીધી. પ્રતાપગઢ જિલ્લા મુખ્યાલયના સરનોટી ગામમાં એક વૃદ્ધ મહિલાની લૂંટ બાદ હત્યાનો મામલો સામે આવ્યો હતો. હવે આ કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે કે મહિલાના પૌત્રે જ દાદીની હત્યા કરી છે. હથુનિયા પોલીસ અધિકારી અનુસાર, ઘટનાની માહિતી મળતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલાને ગંભીરતાથી લઈને એક ટીમની રચના કરવામાં આવી હતી.આજુબાજુના લોકો પાસેથી ઘટનાની માહિતી લેવામાં આવી.

આ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક ભગવતીનો પૌત્ર, જે ઘટના પછીથી કોઈની સામે આવતો નથી, તેની પૂછપરછ કરતાં ઘટના વિશે જાણી શકાશે. આ પછી પોલીસે ઘટના અંગે મૃતક ભગવતીબાઈના પૌત્ર લાલારામ ઉર્ફે લાલુની પૂછપરછ કરી હતી. લાલારામે આ ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત કરી અને પોલીસને જણાવ્યું છે કે મારી દાદી મને સારી રીતે રાખતી નથી અને મારા માસીના પુત્રની સંભાળ રાખતી હતી.

તેણે જણાવ્યું કે 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:00 વાગે તેણે દાદી પાસે પૈસા માંગ્યા તો દાદીએ પૈસા આપવાની ના પાડી દીધી. તે બાદ તેણે દાદીના ગળામાંથી ચાંદીની વીંટી છીનવી લીધી. આ પછી દાદી અવાજ કરવા લાગ્યા, તો તેણે તેમને નીચે પછાડી અને તેના મોઢામાં વેલણ નાખી દીધુ આ પછી નજીકમાં પડેલા પથ્થર વડે તેણે દાદીના કપાળ પર બે-ત્રણ વાર માર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, જ્યારે સાસુએ પત્નીને સાસરે મોકલવા માટે દાગીના માંગ્યા તો તે દાદી પાસે ગયો. દાદીએ દાગીના આપવાની ના પાડી અને બૂમો પાડવાનું શરૂ કર્યું, માટે પછી તેની હત્યા કરી દીધી.

ત્યારબાદ દાદી બેહોશ થઈ ગયા હતા. અને પછી તેમના હાથમાંથી ચાંદીની કટરિયા અને ગળામાંથી ચાંદીની સકલી કાઢી. આ દરમિયાન દાદીનું મોત થઇ ગયું હતું. પોલીસે લાલારામની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી પીસીના રિમાન્ડ મેળવી મૃતકની લૂંટની રકમ અને બનાવ અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. ઉદયપુર ડિવિઝનના પ્રતાપગઢ જિલ્લાની આ ઘટના 9 ફેબ્રુઆરીની છે. આ મામલાને લઈને ડીએસપીએ જણાવ્યુ કે, પૌત્ર લાલારામની 80 વર્ષીય ભગવતીબાઈ મીનાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

આ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ અધિક્ષકની સુચના હેઠળ પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના લોકો અને ગામના શંકાસ્પદ લોકો પાસેથી ઘટના અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન ખબર પડી કે મૃતક ભગવતીનો પૌત્ર લાલારામ ઘટના બાદથી ગુમ છે. આ પછી પોલીસે મૃતક ભગવતીબાઈના પૌત્ર લાલારામ ઉર્ફે લાલુ ઉર્ફે શ્રવણને આ ઘટના વિશે પૂછ્યું તો તેણે આખી હકીકત જણાવી.

Shah Jina