મનોરંજન

રાનુ મંડલ બાદ છવાઈ ગયો ડ્રાઈવર, કારની અંદર ગાયું આશિકીનું ગીત- વીડિયો થયો વાયરલ

રેલવે સ્ટેશન પર ગીત ગાઈને ગુજરાન ચલાવનારી રાનુ મંડલ આજે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. હિમેશ રેશમિયા સાથે ગીત ગાઈને તેણીએ બોલીવુડમાં કદમ રાખ્યા છે. ત્યારે હવે એક લખનૌનોએક ઉંબર ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તે આશિકી ફિલ્મનું પોપ્યુલર ગીત ‘નજરે કે સામને’ ગાતો નજરે ચડે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

90ના દાયકામાં આવેલી ફિલ્મ ‘ આશિકીનાં ગીત પસંદ કરવામાં આવે છે, તે ફિલ્મનું ‘ નજર કે સામને’ સોન્ગ પણ ઘણું પ્રસિદ્ધ થયું હતું. આ ગીતને કુમારસાનુએ ગાયું હતું. ડ્રાઈવરે આ ગીતને કેબની અંદર લગાડવામાં આવેલા માઈકમાં ગાયું હતું. 55 સેકન્ડનો આ વિડીયો ખુબ જ સરાહનીય છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે.

ટ્વીટર યુઝરે આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, લખનૌમાં ઉબર ડ્રાઈવર વિનોદ જીથી મળ્યા હતા. જે શાનદાર સિંગર છે, મેં તને મારી રાઈડ બાદ મારા માટે ગીત ગાવવાનું કીધું હતું. કૃપા કરીને આ વિડીયો જુઓ કયાકને તેને ફેમસ કરી દો. તેની ખૂદની એક યુ-ટ્યુબ ચેનલ પણ છે. આ વિડીયો બાદ તેઓએ વિનોદના ઘણા યુ ટ્યુબ વિડીયો પણ ટેગ કર્યા હતા.

વીડિયોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તો ઘણા લોકોએ તેને આગળ વધવા માટે શુભેચ્છા આપી હહતી. તો ઘણા લોકોએ તેના ફોનનંબર પણ માંગ્યા હતા.


14 સપ્ટેમ્બરે આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 ઘરથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks