વલસાડથી આવી ચકચારી ભરેલી ઘટના: 6 વર્ષથી પિયરમાં રહેતી પત્નીને પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી દીધી હત્યા

6 વર્ષથી પિયર રહેતી આ સ્ત્રી સાથે પતિએ એવો કાંડ કર્યો કે આખું ગામ હચમચી ગયું- જુઓ

દેશભરમાંથી હત્યા અને લૂંટફાટની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ઘરેલુ હિંસાઓના પણ ઘણા સમાચાર સાંભળવા મળી રહ્યા છે, ત્યારે હાલ એક એવી જ ચકચારી ભરેલી ઘટના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના ફણસા ગામેથી સામે આવી છે, જ્યાં એક પતિએ પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફણસા ગામના પુનિત મીટ નામના એક વ્યક્તિએ ગામમાં જ રહેતી મમતા મીટ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને બે બાળકો પણ હતા. શરૂઆતના લગ્ન જીવન પછી પુનીત અને મમતા વચ્ચે અવાર નવાર ઝઘડા થવા લાગ્યા હતા. પુનિત મમતા ઉપર સતત શંકા રાખતો હોવાનો કારણે ઝઘડા વધી રહ્યા હતા ત્યારે 6 વર્ષ પહેલા મમતા પોતાના બંને બાળકો સાથે પિયર આવી ગઈ હતી.

એક જ ગામની અંદર મમતાનું સાસરૂ અને પિયર હોવાના કારણે બંને અવાર નવાર સામસામે મળતા પણ હતા, અને તેમની વચ્ચે ઘીવર બોલચાલ પણ થઇ હતી. પુનિતના પૂછવા ઉપર મમતા સાસરે આવવાનું ચોખ્ખુ ના પાડી દેતી હતી જેના કારણે બંને વચ્ચે અવાર નાવર વિવાદ પણ સર્જાતો હતો.

મમતાએ આ બાબતનો કેસ પણ કોર્ટમાં દાખલ કર્યો હતો અને બે બાળકો તેની સાથે હોય મમતાએ ભ્રાં પોષણનો દાવો પણ કર્યો હતો, જેનો ગુસ્સો પણ પુનિતને હતો, અને આ ગુસ્સાના કારણે જ તે મમતા અને તેના પરિવારજનો ઉપર રોષ રાખીને બેઠો હતો.

તા. 08/07/2021એ ગુરુવારે રાત્રે 8 વાગે મમતા ફણસા બજારની અંદર રહેતા તેના કાકાના ઘરે જવા માટે નીકળી હતી. ત્યારે જ પુનિત રિક્ષામાં એક તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યો અને મમતાના ગળા માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહી લુહાણ હાલતમાં ત્યાં જ છોડી અને ભાગી ગયો હતો.

મમતાના પરિવારજનોને આ ઘટના અંગેની જાણ થતા જ તે તરત દોડી ગયા હતા અને મમતાને સારવાર માટે વાપીની એક હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવી પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું.  જે અંગેની ફરિયાદ મમતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના બાદ પોલીસ આરોપી પતિને શોધવામાં લાગી ગઈ છે.

મમતાને જયારે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી તે દરમિયાન પોતાના સાથે બનેલી ઘટનાની જાણ મમતાએ પરિવારજનોને કરી હતી. જેનો વીડિયો પણ પરિવાર દ્વારા બનાવી લેવામાં આવ્યો હતો.

Niraj Patel