ખબર

પાણીની સમસ્યાથી ઝૂઝી રહેલા યુનાઇટેડ આરબ અમીરાતનો પ્લાન છે કે ઍન્ટાર્કટિકાથી ખેંચીને લાવશે આઇસબર્ગ

યુનાઇટેડ આરબ અમીરાત (UAE) પાણીની સમસ્યાથી નિપટવા માટે ઍન્ટાર્કટિકાથી એક આઇસબર્ગ ખેંચીને લાવશે. મીડિયાના અહેવાલો અનુસાર, યુનાઇટેડ આરબ એમિરાટ્સના અબુધાબીની એક કંપની આઈસબર્ગથી પીવાની પાણી કાઢવાની યોજના પર કામ કરી રહી છે અને એ માટે તેમને પોતાની ઓફિશિયલ વેબસાઈટ પણ લોન્ચ કરી છે.

Image Source

કંપનીની વેબસાઈટ અનુસાર, અમીરાત આઇસબર્ગ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 12,600 કિલોમીટર દૂર ઍન્ટાર્કટિકાથી એક આઇસબર્ગ ખેંચીને UAE લાવવામાં આવશે, એક આઇસબર્ગ 5 વર્ષ માટે 10 લાખ લોકોની તરસ બુઝાવવામાં સહાયક બની શકે છે. આ આઈસબર્ગને ખેંચીને લાવ્યા બાદ આનો ઉપયોગ પીવાના પાણીમાં કરવામાં આવશે.

Image Source

નોંધનીય છે કે સંયુક્ત આરબ અમીરાતમાં પાણીની ઘણી સમસ્યા છે અને ટોપ 10 દુષ્કાળગ્રસ્ત દેશોની યાદીમાં તેનું નામ સામેલ છે. એક અહેવાલ મુજબ, આવતા 25 વર્ષોમાં અહીં એટલો દુકાળ આવી શકે છે કે લોકોનું જીવન પણ મુશ્કેલ બની શકે છે.

કંપનીના જણાવ્યા અનુસાર, યુએઈના દરિયા કિનારા પર આઇસબર્ગ લાવવામાં લગભગ એક વર્ષનો સમય લાગશે. ત્યારબાદ આઇસબર્ગને નાના ટુકડા કરી બોક્સમાં ભરી દેવામાં આવશે. જ્યારે બરફ સૂર્યની ગરમીથી ઓગળી જશે ત્યારે તેમાંથી નીકળેલું પાણી એક અલગ ટાંકીમાં ભેગું કરવામાં આવશે. ત્યારબાદ આ પાણીને શુદ્ધ કરીને પીવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

Image Source

આ પ્રોજેક્ટમાં લગભગ 50-60 મિલિયન ડોલરનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 2020 સુધીમાં આ કામ પૂરું થઇ જવાનું છે. કંપની હાલ એક યુનિક ટેક્નોલોજી વિકસાવી રહી છે, જે પ્રોજેક્ટનો ખર્ચ ઘટાડી શકે અને આઈસબર્ગને અહીં સુધી લાવવા દરમ્યાન બરફ ન પીગળે, અને પછી એ બરફમાંથી બનેલું પાણી ગ્રાહકો સુધી ઓછામાં ઓછી કિંમતે પહોંચે.

Image Source

એક રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટથી UAE વિશ્વનો એવો પહેલો રણપ્રદેશનો દેશ બની જશે કે જે પોતાના દરિયા કિનારા પર ગ્લેશિયલ ટુરિઝમ આપશે, જે આઈસબર્ગને જોવા ઉત્સાહિત લોકોનો નોર્થ પોલ કે સાઉથ પોલ સુધી જવાનો ખર્ચ અને તકલીફો બધું જ બચાવી લેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.