ઘાતક કોરોના વચ્ચે આવી એક અન્ય બીમારી, જગ્યા ન હોવાથી લોકો આવી રીતે કરાવી રહ્યા છે સારવાર

કોરોના કાળમાં મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. કોરોનાનું સંકટ તો હજી ગયુ નથી, ત્યાં ગુજરાત પર બીજી બીમારીનું સંકટ આવીને ઉભુ રહ્યું છે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર અડીને આવેલા ગામડાઓમાં નવી બીમારીએ દસ્તક દીધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતી સીમાને લાગેલા 10 થી 12 ગામડાઓમાં ટાઈફોઈડે ઉથલો માર્યો છે. અનેક લોકો આ બીમારીમાં ઝપેટમાં આવ્યા છે.

Image source

ટાઇફોઇડે મહારાષ્ટ્ર અને ગુજરાતની સીમાના લગભગ 10-12 ગામોને તેની ઝપેટમાં લઇ લીધા છે. જયાં લોકો કોરોનાથી વધારે આ બીમારીથી ડરી રહ્યા છે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ છે. પ્રાઇમરી હેલ્થ સેંટરમાં આવી રહેલા દર્દીઓની સારવાર ખુલ્લામાં કે ટેંટ લગાવી કરવામાં આવી રહ્યો છે.

ટાઇફોઇડ દર્દીઓની સારવાર કરી રહેલ ડો. નીલેશ વલવી જણાવે છે કે, પાછળના 15 દિવસથી અહીં ટાઇફોઇડના દર્દીઓની સંખ્યા જોવા મળી રહી છે. તે જણાવે છે કે, લગભગ હું 1 હજાર આસપાસ દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે. પરંતુ દર્દીઓનો આ સિલસિલો થમવાનું નામ લઇ રહ્યો નથી. હવે તો તંબૂ લગાવીને સારવાર કરવી પડી રહી છે.

Image source

પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્રમાં સારવાર માટે 800 રૂપિયા આપવા પડી રહ્યાં છે. આવામાં અનેક પરિવાર, જેમના 4 થી 5 સદસ્યોને ટાઈફોઈડ થયો છે. તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી. તેઓ ખાટલા પર સૂઈને સારવાર કરાવી રહ્યાં છે. હોસ્પિટલ સવારે 11 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. ઈમરજન્સી માટે સ્ટાફને પણ કેટલાક લોકો સાથે રાતભર રહેવુ પડે છે.

Shah Jina