સુરતમાં રાત્રિ કર્ફયુના નિયમોના આ યુવાનોએ ઉડાવ્યા ધજાગરા, રાત્રે ચાલુ બાઇકે પિસ્ટલ અને સિગરેટ સાથે કર્યુ એવુ કે… હવે ખાઇ રહ્યા છે જેલની હવા

ગુજરાતમાંથી ઘણીવાર યુવાનોના સ્ટંટ કરતા વીડિયો વાયરલ થતા રહે છે. પોલિસને આ વીડિયો ધ્યાને આવતા તેઓ આ બાબત પર કાર્યવાહી પણ કરતા હોય છે અને આવા યુવાનોને સબક શીખવાડતા હોય છે. હાલ એક વીડિયો સુરતમાંથી વાયરલ થયો હતો જેમાં એક યુવક પિસ્ટલ લઇને બાઇક પર એક યુવાનના ખભા પર ચઢી સ્ટંટ કરતો દેખાઇ રહ્યો હતો. સુરતમાં રાત્રિ કર્ફ્યૂના લીરેલીરા ઉડાવતો અને પોલીસને પડકાર ફેંકતો એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. બાઈક પર સ્ટંટ કરીને બંદૂક પકડીને ફરતા યુવકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ યુવકનું નામ નિક ઓડેદરા છે, જે બેખૌફ બનીને રસ્તા પર સ્ટંટ કરી રહ્યો છે. તેણે હાથમાં બંદૂક રાખી બાઈક પર સ્ટંટ કર્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં જ રાત્રિ કરફ્યુના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. નવાબી શોખ રાખનાર નિક આડેદરા નામના શખ્સે હાથમાં ખુલ્લેઆમ બંદૂક રાખીને બાઈક પર સ્ટંટ કર્યો હતો. એટલુ જ નહિ, આ યુવક બાઈક પર એક યુવકની ઉપર ચઢીને બેસ્યો છે. બાઇક ચાલક પર બેસીને બાઇક સવારી કરવાનો નવાબી શોખનો વીડિયો અત્યંત ચોંકાવનારો છે.

બીજી બાજુ જોઇએ તો આ યુવકને કાયદાનો કોઇ ડર જ ના હોય તેમ લાગી રહ્યુ છે. પરંતુ આ વીડિયો હર્ષ સંઘવી અને પોલિસના ધ્યાને આવતા જ કાર્યવાહી કરવામાં આવી હતી અને આ બંને યુવકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ બંને યુવકો પકડાઇ ગયા હોવાનું હર્ષ સંઘવીએ ટ્વીટ પણ કર્યુ હતુ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સ્ટંટ કરતા બંને યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. વાઈરલ થયેલો વીડિયો 14 ડિસેમ્બરનો છે. વીડિયો જે પિસ્તોલ દેખાઈ રહી છે તે લાઈટર છે. આવા ગુનાઓમાં વધુ સચેત છીએ.

વીડિયોમાં જે યુવક દેખાઇ રહ્યો છે તે નિક ઓડેદરા સુરતમાં અવારનવાર ચર્ચામાં રહે છે. અગાઉ પણ નિક ઓડેદરાએ અનેક ગુના આચર્યા છે. ત્યારે તે બાદ સવાલ એ ઊભો થઇ રહ્યો છે કે આવા યુવકોને ગુના આચરવાના પરવાના મળી ગયા છે ? રાત્રિ કર્ફ્યૂ હોવા છત્તાં આવા યુવકો દ્વારા સ્ટંટ કેમ કરવામાં આવે છે. શું નિક ઓડેદરાને કાયદાનો ડર નથી.

 

View this post on Instagram

 

A post shared by Nick___odedara (@nick___odedara)

Shah Jina