પત્નીએ આવું કર્યું તો સહન ના કરી શક્યા બાપ અને દીકરીઓ, એક સાથે જ કરી લીધો આપઘાત, હૃદય કંપાવી દેનારી ઘટના

બે દિવસ પહેલા જ દુનિયાભરમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. એ દિવસે ઘણા લોકોએ પોતાના પિતા સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી. સોશિયલ મીડિયા પિતા પ્રત્યેના પ્રેમથી છલકાઈ ઉઠ્યું હતું ત્યારે એક એવી ઘટના સામે આવી જે સૌ કોઈને  હચમચાવી ગઈ. જેમાં એક પિતાએ પોતાની બે દીકરીઓ સાથે મૃત્યુને વહાલું કર્યું.

આ ઘટના બની છે બેલગામ જિલ્લાના ચિકોડી તાલુકાના પોગત્યાનાટ્ટી ગામની અંદર જ્યાં એક પિતાએ ફાધર્સ ડેના દિવસે જ પોતાની બે નાની છોકરીઓ સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 48 વર્ષીય કડપ્પા નામના વ્યક્તિ પોતાની 40 વર્ષીય પત્ની ચેન્નાવા અને  પોતાની બંને દીકરીઓ 20 વર્ષીય કીર્તિ અને 18 વર્ષીય પૂર્તિ સાથે ખુશીઓથી જીવન વિતાવી રહ્યો હતો. આ દરમિયાન જ ગયા અઠવાડીએ પહેલા પત્નીનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું ગયું હતું જેના કારણે આખો જ પરિવાર સદમાંમાં હતો.

કડપ્પા પણ પોતાની પત્નીના મોતનો સદમો સહન ના કરી શક્યો. તે ચિંતામાં આવી ગયો કે તેની પત્નીના મૃત્યુ બાદ તેના પરિવારનું શું થશે ? જેના કારણે કડપ્પાએ પોતાની બન્ને દીકરીઓ સાથે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

આ આપઘાતની ઘટનાની જાણકારી મળતા જ ચિકોડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને પંચનામું કર્યું હતું. આ ઘટના ચિકોડી પોલીસમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આપઘાતનો ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સમગ્ર ગામની અંદર પણ શોકનો માહોલ પ્રસરી ગયો છે.

Niraj Patel