કાશ્મીર ફાઇલ્સ ના જુઓ તો 2 વર્ષની જેલ, ફિલ્મ વિશે ખરાબ બોલો તો ઉમ્ર કેદ, જાણો આવું કોણ બોલ્યું

હાલ તો છેલ્લા એકાદ સપ્તાહથી ચારે બાજુ જયાં જુઓ ત્યાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જ છવાયેલી છે. આ ફિલ્મે તો એક સપ્તાહમાં 100 કરોડના ક્લબમાં પણ એન્ટ્રી કરી લીધી છે અને બાહુબલી 2નો રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. ત્યારે આ ફિલ્મ વિશે ઘણા લોકોના વિચાર અલગ અલગ હોય છે. હાલમાં જ ભાજપના વરિષ્ઠ નેતા તરીકે જેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં અનેક વિભાગોના મંત્રી હતા અને હવે મમતા બેનરજીનો હાથ પકડનાર યશવંત સિંહા સંપૂર્ણપણે હોળીના રંગમાં રંગાઈ ગયા છે.

તેમણે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર જબરદસ્ત કોમેન્ટ કરી છે. ફિલ્મ પર થયેલા હોબાળા પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે જે લોકો ફિલ્મ ન જોવે તેમને સંસદ દ્વારા કાયદો પસાર કરીને જેલની સજા થવી જોઈએ. ‘ધ કાશ્મીર ફાઇલ’ને આખા દેશમાં ટેક્સ ફ્રી બનાવવાથી કામ નહીં ચાલે, તેના પર કાયદો બનાવવો પડશે. તેમણે ટ્વીટ કર્યું, ‘ધ કાશ્મીર ફાઇલ્સને સમગ્ર ભારતમાં કરમુક્ત બનાવવી એ પૂરતું નથી. સંસદે તમામ ભારતીયો માટે આ ફિલ્મ જોવી ફરજિયાત બનાવવી જોઈએ.

યશવંત સિન્હાએ કહ્યું કે જે લોકો ફિલ્મની ખરાબીઓ કે ખામીઓ બહાર લાવી રહ્યા છે, તેમના માટે સંસદમાં કાયદો બનાવીને તે લોકોને આજીવન કેદની સજા થવી જોઈએ. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પોતાનું સમર્થન આપી રહ્યા છે અને આ ફિલ્મને આખા દેશમાં ટેક્સ ફ્રી બનાવવાની માંગની વાત કરી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મના વખાણ કર્યા છે.

તેમણે ભાજપ પાર્ટીની બેઠકમાં કહ્યું હતું કે ભારતમાં આવી ઘણી ઘટનાઓ છે જેને જાણી જોઈને ઢાંકી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કાશ્મીરી પંડિતો પર બનાવવામાં આવી છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને લોકો ફિલ્મના પાત્રના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. પરંતુ આમાં પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને ક્યાંકને ક્યાંક તે બંને પક્ષોમાં જોવા મળી રહી છે, જ્યારે ભાજપના નેતાઓ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે તો વિપક્ષ તેને એક એજન્ડા તરીકે જોઈ રહ્યા છે.

Shah Jina