2 વર્ષની દીકરીને કારમાં લોક કરી ભૂલી ગઇ મહિલા, 7 કલાક બાદ પાછી આવી તો…

કારમાં લોકો ઘણીવાર સામાન રાખી ભૂલી જાય છે. પરંતુ હાલ એવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલા તેની 2 વર્ષની માસૂમ બાળકીને કારમાં જ ભૂલી ગઇ. બાળકીને સીટ બેલ્ટ પહેરાવી રાખેલ હતો. મહિલા કારને રસ્તા પર ઊભી કરી ઘરમાં ચાલી ગઇ. 7 કલાક બાદ જયારે તે આવી તો તેના હોંશ ઉડી ગયા, કારની અંદર માસૂમ બાળકીની મોત થઇ ચૂકી હતી. પોલિસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.

આવો હેરાન કરી દેનારો કિસ્સો અમેરિકાના મિયામીમાંથી સામે આવ્યો છે. જયાં એક 43 વર્ષિય જુઆના પેરેજ ડોમિંગોની પોલિસે શનિવારે ધરપરડ કરી. આરોપ છે કે, સાત કલાક સુધી તેણે એક બે વર્ષની માસૂમ બાળકીને કારમાં સીટ બેલ્ટ સાથે બંધાયેલ હાલતમાં છોડી દીધી જેને કારણે તેની મોત થઇ ગઇ.

એનબીસી મિયામીની રીપોર્ટ અનુસાર, બે વર્ષની બાળકીનું નામ જોસલીન મારિત્જા છે. પોલિસે જણાવ્યુ કે આરોપી મહિલા પર બાળકોના ડેકેયરમાં લઇ જવાની જવાબદારી હતી. શુક્રવારે આરોપી મહિલા બે વર્ષની બાળકી જોસલીનને ઘરથી ડેકેયર લઇ જવા માટે વેન લઇને નીકળી હતી. પરંતુ 6.30 વાગ્યે ડેકેયર સેંટર ખુલ્યુ ન હતુ અને આ માટે તે બાળકીને તેના ઘરે લઇ ગઇ.

સવારે 8 વાગ્યે આરોપી મહિલા પેરેજ ડોમિંગોએ નાની બાળકીને પોતાની ટોયોટા સિએના મિની વેનની ત્રીજી પંક્તિમાં છોડી દીધી. બાળકીને સીટ બેલ્ટ બાંધેલો હતો. આ બાળકીને તે વેનમાં જ ભૂલી ગઇ અને ઘરની અંદર ચાલી ગઇ.

30 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં કારની અંદર બેઠેલી બાળકીની હાલત ખરાબ થઇ અને 7 કલાક બાદ લગભગ 3 વાગ્યે વેનમાં તે પાછી આવી અને જોયુ તો બાળકીની મોત થઇ ગઇ હતી. પોલિસ અનુસાર તેણે આપાતકાલિન સેવાઓને ફોન કર્યા વગર બાળકીની માતાને ફોન કર્યો અને મર્યાની સૂચના આપી.

આરોપી મહિલા બાળકીની લાશ લઇને તેના ઘરે પોહંચી. જયાંથી પોલિસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પેરેજ ડોમિંગોને $50,000 નો દંડ પણ કરવામાં આવ્યો છે. આ  સાથે જ તેના માટે કોઇ વકીલ પણ નથી કરવામાં આવ્યો.

Shah Jina