ખબર

બે છોકરીઓ હતી એક બીજાના સંબંધમાં, પરિવાર હતો એ સંબંધના વિરુદ્ધ, પછી ભર્યું આવું ભયાનક પગલું

સરકાર દ્વારા સમલૈંગિક સંબંધોને મંજૂરી આપી દેવામાં આવી છતાં પણ ઘણા પરિવારો અને સમાજ આ સંબંધને સ્વીકારતા નથી, અને જેના કારણે ઘણી અવનવી ઘટનાઓ પણ બનતી જોવા મળે છે. એવી જ એક ઘટના બે છોકરીઓ સાથે બની, જે એકબીજાની પાક્કી બહેનપણીઓ હતી, એ બંને વચ્ચેની મિત્રતા એટલી ગાઢ હતી કે બંને અલગ થવા પણ નહોતી માંગતી. તે હંમેશા સાથે રહેવા માંગતી હતી, પરંતુ તેની આસપાસ રહેલા લોકોને આ વાત પસંદ આવી નહોતી.

Image Source

આ બંને છોકરીઓની આવી ગાઢ મિત્રતા જોઈને તેના આસપાસના લોકોને તકલીફ થતી હતી જેના કારણે તેમને એ છોકરીઓને અલગ કરવાનું નક્કી કરી લીધું, તેમને નક્કી કર્યું કે એ બંને છોકરીઓમાંથી કોઈ એક છોકરીના લગ્ન કોઈ છોકરા સાથે કરાવી દેવામાં આવે જેના કારણે બંને અલગ થઇ શકે.

પરંતુ આ વાત એ છોકરીઓને મંજુર નહોતી, અને તેના કારણે જ એ બન્ને છોકરીઓએ એક ભયાનક નિર્ણય કર્યો। એ બંને સાથે રહી શકે એમાં લોકોને તકલીફ હતી જેના કારણે એ બંને છોકરીઓએ સાથે મરી જવાનો નિર્ણય કરી લીધો. અને બંને છોકરીઓ ગાલે ફાંસો ખાઈને લટકાઈ ગઈ.

Image Source

આ ઘટના બની હતી તામિલનાડુના નમકક્મ જિલ્લામાં, જ્યાં 16 મે સોમવાર રોજ આ ઘટના બની હતી જેમાં એક 20 વર્ષની અને બીજી 23 વર્ષની છોકરીના મૃતદેહ એક ઓરડાની અંદર ફાંસી ઉપર લતાએકેયેલા મળ્યા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસની શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે બંને છોકરીઓ એકબીજા સાથે સંબંધમાં હતી અને અલગ થવાના ડરથી બંનેએ આત્મહત્યા કરી લીધી છે.

Image Source

પોલીસના જણાવ્યા અનુસાર 20 વર્ષની યુવતીના લગ્ન પણ થઇ ગયા હતા તેને એક બે વર્ષનું બાળ પણ હતું, પરંતુ તે તેના પતિથી અલગ તેની દાદી પાસે રહેતી હતી અને તે કરઘા કારખાનામાં કામ કરતી હતી ત્યાં તેની મુલાકાત બીજી 23 વર્ષની યુવતી સાથે થઇ જે એક વર્ષથી ત્યાં કામ કરતી હતી, થોડા જ સમયમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઈ હતી.

Image Source

આ વિષે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું ” થોડા મહિના પહેલા જ કારખાનામાંથી તેના માલિકે બંનેને નોકરીમાંથી કાઢી મુખ્ય હતા. કારણ કે તે બંનેની મિત્રતા તેમને પસંદ નહોતી. પછી બંનેના સંબંધોની વાત થવા લાગી હતી, જેમાં 23 વર્ષીય યુવતીના પરિવારજનોએ કહ્યું હતું કે તે તેની મિત્રને ના મળે, તેમને પણ તે બંનેની મિત્રતા પસંદ નહોતી, કારણે બીજી છોકરીના લગ્ન થઇ ગયા હતા અને તે તેના પતિથી અલગ રહેતી હતી.”

Image Source

જયારે બીજી તરફ 23 વર્ષની જે યુવતી હતી તેના ગામમાં પણ બનેંના સંબંધોની વાત ફેલાવવા લાગી હતી અને તેના લગ્ન પણ નક્કી કરી દેવામાં આવ્યા હતા. 27 મેના રોજ તેના લગ્ન પણ હતા. પરંતુ બંનેએ અલગ થવાના ડરથી આત્મહત્યા કરીને પોતાના જીવનનો ત્યાગ કર્યો હતો.

Author: GujjuRocks Team