હચમચી ઉઠ્યો આપણો દેશ: મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર દોડાવી, ખેતરમાં કર્યો ખરાબ કામ કર્યું, જાણો સમગ્ર મામલો

Manipur women paraded naked: હિંસાગ્રસ્ત મણિપુરની બે મહિલાઓનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં નગ્ન અવસ્થામાં રસ્તા પર તેમને દોડાવવામાં આવી રહી છે. સમાચાર મુજબ ટોળાએ ન માત્ર તે મહિલાઓને સમગ્ર વિસ્તારમાં નિર્વ્સ્ત્ર કરીને દોડાવી પણ તેની સાથે ગેંગરેપની ઘટનાને પણ અંજામ આપ્યો. કહેવામાં આવી રહ્યું છે કે રેપ અને મારપીટ બાદ મહિલાઓ બોલી પણ શકતી નથી.

ત્યારે આ મામલે મણિપુર પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસે પુષ્ટિ કરી છે કે આ ઘટના 4 મેના રોજ બની હતી. પીડિત મહિલાઓ ઘટનાના બે અઠવાડિયા પછી પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ નોંધાવી. ત્યાં મણિપુરના સીએમ બિરેન સિંહે આ મામલે ઝડપી તપાસના આદેશ આપ્યા છે.

ITLFએ બહાર પાડ્યું નિવેદન
વીડિયો સામે આવ્યા બાદ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આદિવાસી સંગઠન ઈન્ડિજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ)ના નિવેદન અનુસાર, આ ઘટના રાજ્યની રાજધાની ઈમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ બની હતી. આ ઘટનાના એક દિવસ પહેલા બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

ITLFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વાયરલ વિડિયોમાં બે મહિલાઓ ખેતરમાં નિર્વર્સ્ત્ર દોડતી દેખાઇ રહી છે, કેટલાક લોકો આ મહિલાઓની સતત છેડતી કરતા જોવા મળે છે. વીડિયોમાં મહિલાઓ રડતી પણ જોઈ શકાય છે અને આજીજી પણ કરી રહી છે તેમને જવા દેવામાં આવે.”

રાષ્ટ્રીય મહિલા આયોગને પગલાં લેવા અપીલ
ITLFએ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય આયોગને આ મામલે કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ITLFએ કહ્યું, “આરોપીઓએ આ નિર્દોષ મહિલાઓ દ્વારા સહન કરવામાં આવતી ભયાનક યાતનાઓને પ્રોત્સાહન આપવા માટે વીડિયો શેર કર્યો છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”

 

સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, “મણિપુરમાં 2 મહિલાઓના યૌન ઉત્પીડનનો ભયાનક વીડિયો નિંદનીય અને તદ્દન અમાનવીય છે. સીએમ બિરેન સિંહ સાથે વાત કરી. તેમણે મને જાણ કરી છે કે હજુ તપાસ ચાલી રહી છે. મુખ્યમંત્રીએ એ પણ ખાતરી આપી છે કે ગુનેગારોને સજા અપાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.”

4 મેથી ઇન્ટરનેટ બંધ
જણાવી દઈએ કે મણિપુરમાં વંશીય હિંસા બાદ 4 મેથી ઈન્ટરનેટ બંધ છે. રાજ્યમાં હજુ પણ હિંસા જોવા મળી રહી છે. મુખ્યમંત્રી બિરેન સિંહના રાજીનામાની માંગ પણ કરવામાં આવી રહી છે. જાતિ હિંસામાં અત્યાર સુધીમાં 120થી વધુ લોકોના મોત થયા છે. ત્યાં હજારો લોકો વિસ્થાપિત થઇ ચૂક્યા છે.કાબૂમાં આવવાને બદલે મણિપુરમાં સ્થિતિ વણસી રહી છે અને વીડિયો માટે એવું કહેવાઇ રહ્યુ છે કે બે મહિલાઓનો આવો વીડિયો એટલા માટે વાયરલ કરવામાં આવ્યો કારણ કે તે સમુદાયની દુર્દશાને ઉજાગર કરી શકાય. વીડિયોમાં પુરુષો પીડિત મહિલાઓની સતત છેડતી કરતા જોવા મળે છે, મહિલાઓ સતત મદદ માટે વિનંતી કરી રહી છે.

 

કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે તપાસની માંગ
એક નિવેદનમાં, પ્રવક્તાએ જઘન્ય કૃત્યની નિંદા કરતા માંગ કરી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગ આ બાબતે સંજ્ઞાન લે અને ગુનેગારોને ન્યાયના કટઘરામાં લાવે. કુકી સમુદાય ગુરુવારે ચુરચાંદપુરમાં પ્રસ્તાવિત વિરોધ માર્ચ દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવાની યોજના બનાવી રહ્યો છે. એવું સામે આવ્યુ કે ઘટનાના એક મહિનાથી વધુ સમય પછી 21 જૂને એફઆઈઆર દાખલ કરવામાં આવી અને IPC કલમ 153A, 398, 427, 436, 448, 302, 354, 364, 326, 376, 34 અને આર્મ્સ એક્ટની કલમ 25(1C) હેઠળ કેસ નોંધવામાં આવ્યો.

 

ટોળાએ યુવકની હત્યા કરી હતી
ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે ટોળાએ એક પુરુષની હત્યા કરી હતી અને 3 મહિલાઓના શિરચ્છેદ કર્યા હતા. આમાંથી એક 19 વર્ષની પીડિતા પર સામૂહિક બળાત્કાર થયો હતો. જ્યારે તેના ભાઈએ તેને મદદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પણ માર્યો ગયો. બાદમાં ત્રણેય મહિલાઓ કેટલાક અજાણ્યા લોકોની મદદથી ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહી હતી.

Shah Jina