બે મહિલાઓએ રસ્તા વચ્ચે રાતના અંધારામાં ખુલ્લી પિસ્તોલ કાઢી અને કર્યું હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ થતા જ પોલીસ પણ આવી હરકતમાં જુઓ

કોંગ્રેસ નેતા અને વકીલે ખુલ્લેઆમ ચલાવી ગોળીઓ, પંજાબી ગીતો ઉપર ઝૂમતી આવી નજર

આજે મોટાભાગના લોકોને સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું ભૂત વળગ્યું છે અને ફેમસ થવા માટે તે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આવા કામમાં હવે યુવકો જ નહીં યુવતીઓ અને મહિલાઓ પણ આગળ આવી રહી છે. ઘણી યુવતીઓને તમે બાઈક ઉપર સ્ટન્ટ કરતા જોઈ હશે તો અંગ પ્રદર્શન કરતા પણ જોઈ હશે. ત્યારે હાલ બે મહિલાઓના પણ વીડિયો વાયરલ થઇ રહ્યા છે જે રસ્તા વચ્ચે ફાયરિંગ કરતી જોવા મળી રહી છે.

હરિયાણાના પલવલમાં કોંગ્રેસના મહિલા નેતા અને મહિલા એડવોકેટ સામે ગેરકાયદેસર હથિયારથી હવામાં ગોળીબાર કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ બંને મહિલાઓએ ફાયરિંગ કરતી વખતે એક રીલ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. વીડિયો જોયા બાદ પોલીસે મામલાની નોંધ લીધી હતી. બંનેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પલવલ પોલીસના સાયબર સેલના ઈન્ચાર્જ વિનોદ કુમાર સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઈન્સ્ટાગ્રામ પર ગેરકાયદેસર હથિયાર લહેરાવતી બે મહિલાઓનો વીડિયો જોયો. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં પંજાબી ગીતો વાગી રહ્યા હતા. જેના પગલે પોલીસ લાઈન્સમાંથી ગેરકાયદેસર હથિયારો અંગે રિપોર્ટ લઈને બંને મહિલાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

સાયબર સેલના પ્રભારી વિનોદ કુમારનું કહેવું છે કે વીડિયોમાં દેખાતી બંને મહિલાઓ વિશે માહિતી એકત્ર કરવામાં આવી હતી. તેમાંથી એક મહિલાની ઓળખ વોર્ડ નંબર 14માં રહેતી ચંચલ ગૌતમ ઉર્ફે નિશા ગૌતમ (કોંગ્રેસ નેતા) તરીકે અને બીજી મહિલાની ઓળખ વોર્ડ નંબર 26ની રહેવાસી પૂનમ રાવ (એડવોકેટ) તરીકે થઈ છે.

આ સમગ્ર મામલે સિટી પોલીસ સ્ટેશનના ઓફિસર-ઇન-કમાન્ડ રેણુ દેવીનું કહેવું છે કે તેમને આ મામલાની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તે સમગ્ર મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. આ તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તેના આધારે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સોમવારે બંનેની ધરપકડ કરી હતી.

Niraj Patel