કાળઝાળ ગરમીમાં પાણી ભરવા માટે ગયેલી બે મહિલાઓ વચ્ચે થયો ઝઘડો, બેડા લઈને બોલાવી ધબધબાટી, જુઓ વીડિયો

દેશભરમાં હજુ પણ ઘણી જગ્યાએ કાળઝાળ ગરમી પડી રહી છે, અને ઘણા વિસ્તારો એવા પણ છે જ્યાં આજે પણ પાણીની સમસ્યા છે. ઉનાળામાં લોકોના દિમાગ વધારે ગરમ થઇ જતા હોય છે અને નાની નાની વાતોમાં પણ ગુસ્સો આવી જતો હોય છે. ત્યારે તમે ઘણીવાર જોયું હશે કે પાણી ભરવા ગયેલી મહિલાઓ પણ ઘણીવાર એકબીજા સાથે ઝઘડી પડતી હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયા પરએક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે મહિલાઓ વચ્ચે પાણી ભરવા દરમિયાન માથાકૂટ થઇ ગઈ હતી અને આ માથાકૂટમાં તેમને હાથથી નહીં પણ બેઢાને માર માર્યો હતો. જો કે, વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે બંને મહિલાઓ વચ્ચેની લડાઈ પાણીના મામલામાં થઈ હતી.

જો તમે ધ્યાન ના આપ્યું હોય તો વીડિયો જોયા પછી તમે ચોંકી જશો કે શા માટે બે મહિલાઓ ઝપાઝપીમાં બેઢાનો ઉપયોગ કરી રહી છે. આ કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર બેઢા ફાઈટના નામે વાયરલ થઈ રહ્યો છે. પાણી ભરવાને લઈને બંને મહિલાઓ વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે તેઓએ પહેલા એકબીજાને બેઢા વડે માર્યા અને પછી તેમના વાળ ખેંચવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

આવી લડાઈ જોયા પછી તમને હસવું આવશે અને તમને એ વાતનો અફસોસ પણ થશે કે ભારત પાણીના અભાવે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ઉનાળાની ઋતુમાં ઉત્તર ભારતમાં વારંવાર પાણીની અછત સર્જાય છે. રાજસ્થાન વિસ્તારમાં પાણી માટે વધુ મુશ્કેલી જોવા મળી રહી છે. આ કારણે પણ લોકોએ પાણીની બચત કરવી જોઈએ, જેથી જરૂરિયાતમંદોને પાણી મળી શકે. આ વીડિયો ક્યાંનો છે તેના વિષે હજુ કોઈ પાક્કી માહિતી નથી મળી.

Niraj Patel