રૂંવાડા ઉભા કરી દેનારો મામલો, બે મહિલાઓનું અપહરણકરીને દંપતીએ માનવ માંસ….ઘોર કળયુગ આવ્યો હવે તો

ગુજરાત સમેત આખા દેશમાં આજે પણ અંધશ્રદ્ધા એ હદ સુધી વ્યાપેલી છે કે તમને દરેક ગામ કે શહેરમાં કોઈ તો એવું મળી જ જશે જે અંધ્ધશ્રદ્ધામાં વ્યાપેલું હશે. આજે જમાનો ભલે ગમે તેટલો આધુનિક કેમ ના થઇ ગયો હોય, કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધામાં માને છે જેના ઘણા કિસ્સાઓ પણ સામે આવે છે. પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે ખરેખર રૂંવાડા ઉભા કરી દેનારો છે.

તમે બકરા, મરઘાં કે પાડાની બલી આપવાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા અને જોયા હશે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેમાં કોઈ જાનવરની નહિ પરંતુ બે જીવતી મહિલાઓની બલી આપવામાં આવી. આ ઘટના સામે આવી છે કેરળના પથાનમથિટ્ટા જિલ્લામાંથી. જ્યાં એક ઘરની અંદરથી બે મહિલાઓના વિકૃત મૃતદેહ મળી આવ્યા હતા. કાળા જાદુની આશંકાથી આ હત્યાઓ કરવામાં આવી હોવાની આશંકા છે. તેમને આ ઘરમાં દફનાવવામાં આવ્યા હતા. આ મહિલાઓનું મિત્રતાના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી બલિ આપવામાં આવી. પોલીસને શંકા છે કે આરોપી દંપતીએ બલિ આપ્યા બાદ મહિલાઓનું માંસ પણ ખાધું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર કાળા જાદુના પ્રકરણમાં ‘માનવ બલિ’ની શક્યતા છે. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આજે ત્રણેય આરોપીઓને એર્નાકુલમની સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેયને 26 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. તેમની સામે માનવ બલિનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણ આરોપીઓમાં એજન્ટ મોહમ્મદ શફી અને ભગવંત સિંહ અને તેની પત્ની લાલીનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, બદમાશોએ પહેલા મહિલાઓની હત્યા કરી અને પછી તેમના મૃતદેહના ઘણા ટુકડા કરી તિરુવલ્લા પાસેના એક મકાનમાં દાટી દીધા.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કાળા જાદુના કારણે આ મહિલાઓની બલી આપવામાં આવી હતી. આરોપીઓએ શ્રીમંત બનવા માટે પૂજા કરી હતી, બલિ માટે આ મહિલાઓ સાથે મિત્રતા કરી હતી અને પછી અપહરણ કરીને તેમની બલી ચઢાવી દીધી હતી. મૃતકોની ઓળખ કડાવંથરાના રહેવાસી 52 વર્ષીય પદમમ અને કાલડીના રહેવાસી 50 વર્ષીય રોસિલી તરીકે થઈ છે. બંને 26 સપ્ટેમ્બરથી ગુમ હતા. કોચીના પોલીસ કમિશનર સીએચ નાગરાજુએ કહ્યું કે અમે પહેલા શફીની પૂછપરછ કરી હતી, પરંતુ તેની પાસેથી કોઈ સુરાગ મળ્યો ન હતો. અમે વૈજ્ઞાનિક તપાસના આધારે જ સ્થળ પર પહોંચ્યા. શફી મુખ્ય કાવતરાખોર અને આરોપી છે.

Niraj Patel