સુરતમાંથી સામે આવી કાળજું કંપાવી દેનારી ઘટના, એક જ દિવસમાં બે મહિલાના મોત, એક 9માં માળેથી પડી, તો બીજી 3જા માળેથી પડીને મોતને ભેટી

વરાછામાં ઘરની સફાઈ કરતા ગયો જીવ, સુરત વરાછામાં એકસાથે બે ઘટના, પુત્રી એ જણાવી એના પિતાને આપવીતી

Two women died after falling from a gallery in Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો રોડ અકસ્માતનો ભોગ બનતા હોય છે તો ઘણા લોકોના અન્ય અકસ્માતમાં મોત થતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા જ એક મામલો સુરતમાંથી પણ સામે આવ્યો હતો. જેમાં એક જ દિવસમાં બે મહિલાઓના મોત નિપજ્યા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા પાર્લે પોઇન્ટમાં આવેલ સીટી ક્રાઉન એપાર્ટમેન્ટના 9 માળે રહેતા 26 વર્ષીય અદિતિબેન પલ્લવભાઈ ચોખાવાલા પોતાના ઘરની સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ગ્રીલની સફાઈ કરતા હતા ત્યારે જ તેઓ 9માં માળની બારીમાંથી નીચે પટકાયા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

અદિતિના પિતાને આ અંગે કોઈ જાણ કરતા તેઓ પણ તાત્કાલિક ઘરે આવી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરતા જ પરિવારમાં આઘાત લાગ્યો હતો. અદિતિબેનને સંતાનોમાં એક દીકરી છે. ત્યારે આ ઘટનાને લઈને ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(પ્રતીકાત્મક તસવીર)

તો વધુ એક મામલામાં વરાછા  વિસ્તારમાં આવેલા જગદીશ નગરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની 24 વર્ષીય ગૌસિયાબાનું મોહમ્મદ ઈલ્યાસ રાઈન ઘરના ત્રીજા માળેથી નીચે પટકાતા તેમને તાત્કાલિક સવાર માટે સિવિલ હોસ્પિટલ લાઉ જવામાં આવ્યા હતા. તેમને પણ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

ગૌસિયાનો ભાઈ એમ્બ્રોડરીના ખાતામાં કામ કરે છે. ગૌસિયા અને તેની મોટી બહેન તેમજ જીજાજી સાથે રહેતા હતા. તેનો ભાઈ રાત્રે વતનમાં રહેતી તેની માતા સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે જ તેની આંખો સામે બહેન બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી. આ મામલે તેના ભાઈએ પોલીસને જણાવ્યું કે બહેન માનસિક રીતે અસ્વસ્થ હતી. જેના કારણે તે પડી ગઈ હશે. આ મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Niraj Patel