વાયરલ

આંટીએ કરી મહિલાની સાવરણીથી માર-પીટ, અચાનક જ અન્ય મહિલાએ આવીને કર્યું એવું કામ કે વીડિયો થયો વાયરલ

આજના દિવસોમાં સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો જોવા મળી જતા હોય છે. જેમાના અમુક ફની, અમુક પ્રેરણાત્મક તો અમુક હેરાન કરી દેનારા હોય છે. સોશિયલ મીડિયા પર ક્યાં, ક્યારે અને શું વાયરલ થઇ જાય એ કઈ કહી ન શકાય. તમે પણ તમારી આસપાસ ઘણી મહિલાઓને લડાઈ કે ઝઘડો કરતા જોયા હશે.ઘણીવાર આ લડાઈ એટલુ ભયાનક રૂપ લઇ લેતી હોય છે કે મારપીટ પણ શરૂ થઇ જતી હોય છે. એવામાં તાજેતરમાં જ બે મહિલાઓની લડાઈઓનો વીડિયો સામે આવ્યો છે, જે ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગયો છે.

સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે મહિલાલો રસ્તા વચ્ચે જ ઝઘડી રહી છે.જ્યા એક મોટી ઉંમરની મહિલા અન્ય મહિલાની ઝાડુથી પીટાઈ કરી રહી છે ત્યાં આસપાસના લોકો શાંતિથી ઉભા રહીને બંને વચ્ચેની લડાઈ જોઈ રહ્યા છે અને વિડીયો પણ બનાવી રહ્યા છે, આ સિવાય એક વ્યક્તિ પાછળથી ડાયરેક્શન પણ આપી રહ્યો છે કે હવે ક્યાં મારવાનું છે! જેની પીટાઈ થઇ રહી છે તે મહિલા બચવાની કોશિશ કરી રહી છે પણ તમામ કોશિશ નિષ્ફ્ળ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Young Landlord (@younglandlord01)

એવામાં અચાનક જ એક અન્ય ત્રીજી મહિલા ત્યાં આવી પહોંચે છે જેની સાથે એક નાની બાળકી પણ હોય છે.આ મહિલાએ પહેલા તો લડી રહેલી બંને મહિલાઓને અલગ કરે છે. જેના પછી પીટાઈ થઈ રહેલી મહિલા બચાવવા માટે આવેલી મહિલાને ગળે લગાડી લે છે અને રડવા લાગે છે અને પોતાની વાત કહે છે. વીડિયો ઇન્સ્ટાગ્રામના એક પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેને લાખો વાર જોવામાં આવી ચુક્યો છે. ઘણા લોકો આ વીડિયોને ફની કહી રહ્યા છે, જયારે અમુક લોકોએ કમેન્ટ કરતા લખ્યું કે આ કોઈ ફિલ્મના શૂટિંગનો ભાગ છે. જ્યારે અમુક લોકોનું કહેવું છે કે મહિલાઓ ઓવરઍક્ટિંગ કરી રહી છે.