નાના બાળકોને બાઈક પર બેસાડતા પહેલા આ નિયમ જાણી લેજો

સરકારે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોટરસાઇકલ અથવા અન્ય કોઇ ટુ-વ્હીલર પર લઇ જવા માટે નવા નિયમો બનાવ્યા છે. જો ચાર વર્ષથી ઓછી ઉંમરનું બાળક વ્યક્તિની પાછળ બેઠું હોય, તો તે બાળકે પણ હેલ્મેટ પહેરવાનું રહેશે. આ ઉપરાંત જો વાહનમાં તમારા સિવાય 4 વર્ષ સુધીનું બાળક બેઠું હોય તો તે ટુ વ્હીલરની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ.

આ સાથે, બાળકને ડ્રાઇવર સાથે જોડવા માટે સેફ્ટી હાર્નેસ એટલે કે એક પ્રકારનો બેલ્ટ લગાવવો જરૂરી રહેશે. આ ઉપરાંત, વાહન ચલાવનાર વ્યક્તિએ ખાતરી કરવાની રહેશે પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિ અને 9 મહિનાથી 4 વર્ષની વય વચ્ચેના બાળકને સંભાળતી વ્યક્તિએ ક્રેશ હેલ્મેટ પહેરવું આવશ્યક છે. આ સાથે, આ હેલ્મેટ સરકારી માપદંડો મુજબ હોવું જોઈએ. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે બાળક વાહનમાંથી પડવાની કોઈ શક્યતા ન રહે.

હાર્નેસ કેવું હોવું જોઈએ? : જ્યાં સુધી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ હાર્નેસ માટે અમુક સ્પષ્ટીકરણો સાથે બહાર ન આવે ત્યાં સુધી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે હાર્નેસ કેવી હોવી જોઈએ તેની માહિતી આપી છે. તે વજનમાં હલકું, એડજસ્ટેબલ, વોટરપ્રૂફ અને ટકાઉ હોવું જોઈએ. તે ભારે નાયલોન, મલ્ટિફિલામેન્ટ નાયલોન સામગ્રીથી બનેલું હોવું જોઈએ, હાઈ ડેંસિટી ફોમની સાથે અને તેનું વજન 30 કિલો સુધી હોવું જોઈએ. ભારત કેટલાક દેશો માનો એક હશે જે મોટરસાઇકલ પર બાળકોની સુરક્ષા માટે આ રીતની વય-કેન્દ્રિત જોગવાઈ હશે. મોટર વ્હીકલ એક્ટમાં તેનો સમાવેશ કરતા પહેલા સરકારે હિતધારકો સાથે બેઠકો કરી છે અને અનેક અહેવાલો પર પ્રક્રિયા કરી છે.

નવા નિયમો કેમ દાખલ કરવામાં આવ્યા? : આ પહેલીવાર છે જ્યારે સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR), 1989માં સુધારો કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભારતમાં વાહનોના સંચાલન માટે કાયદાકીય માળખામાં કેટલીક સલામતી જોગવાઈઓ ઉમેરવા માટે આ કરવામાં આવ્યું છે. માર્ગ સલામતી અંગેના વિશ્વ આરોગ્ય સંસ્થાના 2014ના અહેવાલમાં, માર્ગ અકસ્માતમાં થયેલી ઇજાઓ એકથી ચાર વર્ષની વયના મૃત્યુના 15 મુખ્ય કારણોમાંના એક તરીકે સૂચિબદ્ધ છે. અને તે પાંચથી નવ વર્ષની વયના બાળકોમાં મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ માનવામાં આવે છે.

YC