ખબર

લગ્નની લાલચ આપીને શારીરિક શોષણના આરોપમાં ફસાવનારી લૂંટેરી દુલ્હનો આખરે આવી ગઈ પોલીસના સંકજામાં

દેશભરમાંથી લૂંટેરી દુલ્હનોના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં લગ્નની ઈચ્છા રાખતા મુરતિયાઓને ફસાવી અને લગ્નના દિવસે જ અથવા તો થોડા દિવસો બાદ ઘરેણાં અને પૈસા હેઠવી અને ફરાર થઇ જતી હોય છે. તો આવી લૂંટેરી દુલ્હનો ઘણીવાર પતિ દ્વારા પૈસા ના આપવા ઉપર તેમના ઉપર શારીરિક શોષણ અને બળત્કારનો કેસ દાખલ કરીને તેમને ફસાવી દેવાની પણ ધમકીઓ આપતી હોય છે.

ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશ મુરાદાબાદ પોલીસે આવી બે યુવતીઓની ધરપકડ કરી લીધી છે. આ યુવતીઓ લોકોને લગ્નની જાળમાં ફસાવીને તેમની પાસે પૈસા માંગતી હતી, અને પૈસા ના આપવા ઉપર તેમને બળત્કારના ખોટા કેસની અંદર ફસાવી દેવાની ધમકીઓ પણ આપતી હતી.

મુરાદાબાદ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ખડીની આ બંને યુવતીઓ ગેંગ બનાવીને લગ્ન કરવાની લાલચ આપી પોતાના સાથીઓની મદદથી કોઈ વ્યક્તિને પોતાની જાળમાં ફસાવી લેતી હતી અને ત્યારબાદ ઘરે બોલાવીને તેની ઉપર છેડછાડ અને બળત્કાર જેવા ખોટા આરોપોમાં ચક્કરમાં ફસાવી દેવાની ધમકીઓ આપી પૈસા વસુલતી હતી. આ કામ કરવા માટે આ બંને યુવતીઓએ આ વિસ્તારમાં એક ઘર પણ ભાડે લીધું હતું.

આ બાબતે પોલીસે જણાવ્યું કે સચિન નામના એક વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવીને આરોપ લગાવ્યો હતો કે સંભલના કેટલાક લોકોએ તેના લગ્ન કરાવવાનો વાયદો કર્યો હતો. તે વ્યક્તિઓએ બે યુવતીઓ સાથે તેના લગ્નની વાત કરાવી હતી, અને એકબીજાના મોબાઈલ નંબર પણ લઇ લીધા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે તેના બાદ સચિન યુવતીઓ સાથે વૉટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરવા લાગ્યો અને યુવતીઓએ સચિનને મળવા માટે ઘરે બોલાવ્યો. સચિન જયારે રાત્રે ત્યાં પહોંચ્યો તો બંને યુવતીઓએ તેને એક રૂમની અંદર બંધ કરી દીધો અને પોતાના ત્રણ ચાર સાથીઓને બોલાવીને ધમકકી આપવા લાગી અને જો પૈસા નહીં આપે તો છેડછાડ અને બળાત્કારનો આરોપ લગાવીને જેલમાં મોકલી આપવાનું પણ કહ્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે જેલ જવાના ડરથી સચિનની પાસે જેટલા પણ પૈસા હતા તેને આપી દીધા અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં બંને યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે આવી ગયો. એએસપીના જણાવ્યા પ્રમાણે આ ગેંગનું કામ લોકોને લગ્નની લાલચ આપીને ફસાવી પૈસા પડાવવાનું હતું.