Two transgenders robbed by dating app : આજકાલ જમાનો ઓનલાઇનનો છે અને આજે તો લોકો પ્રેમ પણ ઓનલાઇન જ શોધતા હોય છે, ત્યારે ઘણા લોકો એકલતા દૂર કરવા માટે ઓનલાઇન ડેટિંગ એપનો પણ ઉપયોગ કરે છે અને તેના દ્વારા કોઈ સાથે મિત્રતા કરીને સમય પસાર પણ કરતા હોય છે. પરંતુ આવી ડેટિંગ એપ પર બધા જ રિયલ હોતા નથી, ડેટિંગના ચક્કરમાં ઘણી ફ્રોડ ગેંગ પણ સક્રિય હોય છે અને આવા એકલા લોકોને સુંદર હસીનાઓની પ્રોફાઈલ દ્વારા પ્રેમ જાળમાં ફસાવે છે અને લાખો રૂપિયા પડાવી પણ લેતા હોય છે.
યુવક બન્યો ટ્રાન્સજેન્ડરનો શિકાર :
ત્યારે હાલ અમદાવાદમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તેને જાણીને તો તમારું દિમાગ પણ ચકરાવે ચઢી જશે. દિલ્હીથી અમદાવાદમાં નોકરી કરવા માટે આવેલા એક એન્જીનીયર યુવકે હિંજ નામની ડેટિંગ એપ પર પોતાનું એક એકાઉન્ટ બનાવ્યું હતું અને ત્યાં તે મીરા નામની એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. જેના બાદ મીરા સાથે વાત આગળ વધતા જ તેને એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એપેક્સ હોટલમાં મળવા માટે પણ બોલાવ્યો હતો.
હોટલમાં મળવા બોલાવી લૂંટી લીધો :
પરંતુ યુવકનું ત્યાં જવું ઊંધું પડી ગયું. મીરા કોઈ મહિલા નહોતી પરંતુ એક ટ્રાન્સજેન્ડર હતી. તેને તેની સાથી ટ્રાન્સજેન્ડર મહિલા સના સાથે અગાઉથી જ યુવકને લૂંટવાનો પ્લાન બનાવી લીધી હતો. મીરા અને સનાએ દિલ્હીના આ અમીન નામના એન્જીયનર યુવક સાથે ત્યાં 9,000ની લૂંટ ચલાવી હતી અને સાથે જ તેનું લેપટોપ પણ પડાવી લીધું હતું. એટલું જ નહિ યુવકને ધમકી પણ આપી હતી અને 50,000 રૂપિયાની માંગણી કરીને તેની સાથે ઝઘડો પણ કર્યો હતો.
પોલીસે ટ્રાન્સજેન્ડર સનાની કરી ધરપકડ :
આ મામલે યુવકે એલિસબ્રિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના અબ્દ પોલીસે ટ્રાન્સજેન્ડર મહિલા સનાની ધરપકડ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. સના અને તેની મિત્ર મીરા અલગ અલગ શહેરોમાં ફલાઇટ દ્વારા ફરતા હતા અને ત્યાં ડેટિંગ એપ દ્વારા યુવાનોને પોતાની માયાજાળમાં ફસાવતા હતા અને પછી તેમની સાથે લૂંટ કરીને ફરાર પણ થઇ જતા હતા. યુવકો પણ બદનામીના ડરથી કોઈને કઈ કહેતા નહોતા. આ રીતે તેમને કેટલાય લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.