અશ્લીલ તસવીરો લઈને યુવકે વસૂલ્યા દોઢ લાખ રૂપિયા, છોકરીઓએ તે વ્યક્તિને આપ્યું દર્દનાક મોત રૂંવાડા ઉભા થઇ જશે

સોશિયલ મીડિયામાં મહિલાઓ અને યુવતીઓ સાથે છેતરપિંડી થવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણી યુવતીઓ સાથે મિત્રતા કરી, તેમને પ્રેમ ભરી વાતો કરી અને ફસાવામાં આવે છે, જેના બાદ તેમને વિશ્વાસમાં લઈને તેમની અશ્લીલ તસવીરો પણ માંગવામાં આવે છે, જેના બાદ તેમને બ્લેકમેઇલ કરવામાં  આવતી હોય છે અને લાખો રૂપિયા પણ પડાવવામાં આવે છે.

હાલ ચેન્નાઈમાં ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ્સ દ્વારા બ્લેકમેઈલરની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. હેરાન કરી દેનારી વાત તોએ છે કે બ્લેકમેલરની હત્યા કરનારા બે છોકરાઓ ધોરણ 10ની વિદ્યાર્થીનીઓ છે. પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધી છે અને તેમની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

(પ્રતીકાત્મક તસવીર)

પ્રાપ્ત માહિતી અનુસાર 20 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ પ્રેમકુમાર પર રેડહિલ્સ પાસે એક ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્રેમકુમાર પર હુમલો થતો જોઈ તેનો મિત્ર સ્થળ પરથી ભાગી ગયો અને તેના માતા-પિતાને જાણ કરી. આ હુમલામાં પ્રેમકુમારનું મોત થયું હતું. આ પછી પ્રેમકુમારના સંબંધીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

(પ્રતીકાત્મક તસવીર)

જ્યારે પોલીસે ગુનેગારોને શોધવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ આ હત્યાકાંડ પાછળ 10માં ધોરણની બે વિદ્યાર્થીનીઓને જોઈને ચોંકી ગયા. બંને દ્વારા કહેવામાં આવેલી કહાની અનુસાર, પ્રેમકુમારે ઘણી છોકરીઓ સાથે મિત્રતા કરી હતી અને કથિત રીતે તેમની અશ્લીલ તસવીરો લીધી હતી. આ પછી તે યુવતીઓને બ્લેકમેલ કરવા માટે તસવીરોનો ઉપયોગ કરવા લાગ્યો.

(પ્રતીકાત્મક તસવીર)

યુવતીઓનો દાવો છે કે તેઓએ પ્રેમકુમારને લગભગ 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તે તેને વારંવાર બ્લેકમેલ કરતો હતો. ત્યારબાદ છોકરીઓએ બીજા છોકરાની મદદ લીધી, જેની સાથે તેઓ ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્ર બની ગયા. પછી છોકરીઓ અને છોકરાએ એક પ્લાન બનાવ્યો.

(પ્રતીકાત્મક તસવીર)

જ્યારે પ્રેમકુમારે કથિત રીતે વધુ પૈસા માંગ્યા ત્યારે યુવતીઓએ તેને રેડહિલ્સમાં એકાંત સ્થળે આવવા કહ્યું. પ્રેમકુમાર આવતાની સાથે જ એક ટોળકીએ તેને ઘેરી લીધો અને તે કંઈ સમજે તે પહેલા જ પ્રેમકુમાર પર હુમલો કરવા લાગ્યો. તેની સાથે ગયેલો તેનો મિત્ર ભાગી ગયો હતો અને તેના માતા-પિતાને જાણ કરી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

દરમિયાન ટોળકીએ પ્રેમકુમારની હત્યા કરીને તેને ખાલી પડેલી જમીનમાં દાટી દીધો હતો. પોલીસે છોકરીઓ દ્વારા ગુનેગારોને શોધી કાઢ્યા, તેમને ગુનાના સ્થળે લઈ ગયા અને પ્રેમકુમારનો મૃતદેહ મેળવ્યો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Niraj Patel