શિયાળાની શરૂઆત થઇ ગઈ છે, અને હવે તો ઠંડીનો ચમકારો પણ વધી ગયો છે, ત્યારે ઠંડીથી બચવા માટે લોકો તમામ પ્રકારના પ્રયત્નો કરતા હોય છે, ગરમ કપડાથી લઈને તાપણાં કરવા સુધી પ્રક્રિયા આપણે હાથ ધરતા હોઈએ છીએ, પરંતુ ઘણીવાર આ તાપણાં આપણો જીવ પણ લઇ શકે છે. આવી જ એક ઘટના હાલ ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. જ્યાં બે બહેનોને બંધ રૂમની અંદર તાપણી (ઠંડીથી બચવા માટેની આગની સગડી) સળગાવવાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના બડહલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ મઝવલીયાના અવધેશ પ્રસાદની ત્રણ દીકરીઓ પ્રતિમા (20), અંતિમા (18 અને નિધિ (17) રવિવારની રાતે પોતાના રૂમની અંદર કોલસાની તાપણી સળગાવીને સુઈ રહી હતી.
રૂમની અંદર બારી અથવા તો હવા ઉજાસ માટીની જગ્યા ના હોવાના કારણે રાત્રે ઓક્સીજનનું સ્તર ઓછું થઇ ગયું. એવામાં તાપણીમાંથી ઉઠતા ધુમાડાના કારણે અંતિમા અને નિધિનું દમ ઘૂંટાવવાના કારણે મૃત્યુ થઇ ગયું. તો પ્રતિમાને બડહલગંજના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પોતાની બે દીકરીઓના મૃત્યુ થવાના કારણે પિતા અવધેશ ખુબ જ દુઃખી થઇ ગયા છે, તેમને રડતા રડતા જણાવ્યું હતું કે રાત્રે જમ્યા બાદ ત્રણેય દીકરીઓ પોતાના રૂમની અંદર સુવા માટે ચાલી ગઈ હતી. સોમવારે બપોરે સવા ત્રણ વાગે ઉઠાવવા ઉપર પણ કોઈ આવાજ ના આવ્યો ત્યારે લોખંડની રોડથી દરવાજો તોડવામાં આવ્યો. આ દરમિયાન ત્રણેય દીકરીઓ બેભાન હતી.
ઉતાવળમાં જ ત્રણેય દીકરીઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવી. જ્યાં ડોક્ટર દ્વારા બેને મૃત જાહેર કરવામાં આવી હતી. જયારે એકની સારવાર ચાલી રહી છે. તો બે દીકરીઓના અકાળે થયેલા મૃત્યુના કારણે પરિવારના હાલ રડી રડીને ખરાબ થઇ ગયા છે.