અજબગજબ

જ્યારે પત્ની અને સાળી એકસાથે થઇ ગઈ ગર્ભવતી, હકીકત સામે આવી તો…

અમેરિકાના ઓહિયો શહેરમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. બન્યું એવું કે એક જ સમયે પત્ની અને સાળીની ડિલિવરી થઇ અને બે જુડવા બાળકોને જન્મ આપ્યો. આ ઘટના પાછળ એક કારણ પણ જણાવવામાં આવ્યું છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

આ ઘટના અમેરિકામાં રહેનારી બે બહેનો એની અને ક્રિસીની છે. એની જૉનસન અને તેના પતી જોબિનું કોઈ જ સંતાન ન હતું, માટે તેઓએ સેરોગેસી તકનીક દ્વારા બહેન ક્રિસીને માં બનવા માટે મનાવી લીધી. એની અને ક્રિસીની માસિક સાઇકલ એક સરખી જ હતી માટે બંન્નેના ગર્ભાશયમાં બે બે ભ્રુણ ડોક્ટર્સ દ્વારા ઈન્જેક્ટ કરવામાં આવ્યા હતા.

Image Source

એની અને જોબિ ઘણા સમયથી બાળક માટે પ્રયત્નો કરી રહ્યા હતા, છતાં પણ ગર્ભ ન રહેવાથી બહેન ક્રિસી મદદ માટે આગળ આવી. જ્યારે ક્રિસીને ખબર પડી કે તેની નાની બહેન બાળક ન થવાંને લીધે તે ખુબ જ ચીંતીત છે તો તેણે નક્કી કર્યું કે તે બહેન માટે સેરોગેસ મધર બનશે.

Image Source

જેના પછી એનીના એગ કલેક્ટ કરી જોબિના શુક્રાણુ સાથે ફર્ટિલાઇઝડ કરવામાં આવ્યા. જેના પછી એનીના બે ભ્રુણને ક્રિસ્ટિના ગર્ભમાં વિકસિત કરવા માટે તેના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. ઇમ્પ્લાંટેનશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી એવો ચમત્કાર થયો કે બંન્ને બહેનો એક સાથે ગર્ભવતી થઇ ગઈ.

Image Source

આવી રીતે બંન્ને બહેનો એક સાથે ગર્ભવતી થઇ અને બાળકોનો જન્મ પણ એકસાથે થયો. બંન્ને બહેનોએ એક સાથે બે બે જુડવા બાળકોને જન્મ આપ્યો. ડોક્ટરોએ તેમને એકસાથે જન્મ લેનારા ચાર બાળકો જણાવ્યા હતા, ઘણા સમયથી સંતાન વિહોણું આ કપલ હવે ચાર ચાર બાળકોનું સુખ મેળવશે.