જેતપુરમાં બે યુવાનોએ જીવન ટૂંકાવ્યું…એકે ખાધો ગળે ટુંપો તો બીજાએ ઝેર ગટગટાવીને પ્રાણ ત્યાગી દીધા…જાણો સમગ્ર મામલો

હે ભગવાન, એક જ દિવસમાં બે યુવાને કરી આત્મહત્યા, એક જિમ ટ્રેઈનર હતો, કારણ વાંચીને મગજ ગુમાવી દેશો

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસના કારણે ઘણા લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. જેના બાદ પોલીસ પણ આ મામલે થોડું કડક વલણ આપનાવી રહી છે, છતાં પણ હજુ વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, જેનો તાજો મામલો હાલ જેતપુરમાંથી સામે આવ્યો છે, જ્યાં બે યુવકોએ વ્યાજખોરોના ત્રાસના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર શહેરના જુના પાંચપીપળા રોડ પર રહેતા 23 વર્ષીય હર્ષ રમેશભાઈ મેર નામના યુવાને પોતાના ઘરે જ ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. હર્ષે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેને પૈસાની ઉઘરાણીના ત્રાસના કારણે પોતે જીવન ટૂંકાવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હર્ષના મોત બાદ પરિવારમાં પણ આક્રંદ છવાઈ ગયો હતો.

તો અન્ય એક બનાવમાં જેતપુર શહેરના જ મોટા ચોક વિસ્તારમાં આવેલી કામદાર શેરીમાં રહેતા રોનક મનીષભાઈ સોની નામના યુવકે પણ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કરી લીધું હતું. રોનક પણ વ્યાજખોરોનાના ત્રાસના કારણે પરેશાન થઇ ગયો હતો. તે જિમ ટ્રેનર હતો, પરંતુ તે પણ વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ ગયો હતો. વ્યાજખોરોના ત્રાસથી જ તે જેતપુર છોડીને મોરબી પણ ચાલ્યો ગયો હતો.

આ અંગે રોનકના પરિવારજનોએ રોનકના ફોનમાં વ્યાજખોરોના નંબર અને સાથે જ હકીકતોનો ઉલ્લેખ કરીને એસપી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. આ બંને યુવકોના આપઘાતના કારણે સમગ્ર જેતપુરમાં ચકચારી મચી જવા પામી હતી. આ બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સીટી પોલીસ દ્વારા પણ આ મામલે ગંભીરતા દાખવીને તપાસ હાથ ધરી છે.

Niraj Patel