અમદાવાદમાં વેવાઈ-વેવાણ હોટલમાંથી બહાર નીકળ્યા, ગેસ્ટ હાઉસની બહાર જ બે લોકોએ ક્રાઇમ બ્રાન્ચના નામ પર ખંખરી લીધા, પછી આ રીતે થયો પર્દાફાશ

અમદાવાદ: વેવાણ સાથે હોટેલમાંથી નીકળેલા આધેડને પોલીસની ઓળખ આપીને તોડ કર્યો પછી આવ્યો જબરો વણાંક….

Two Persons Were Arrested For Breaking Up A Couple : અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ વધવા લાગી છે, જેમાં હનીટ્રેપના મામલાઓ, લોકો સાથે છેતરપીંડી અને ચોરીના મામલાઓ સામે આવી રહ્યા છે.

તો ક્યાંક નકલી પોલીસ બનીને પણ લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેને ચકચારી મચાવી દીધી છે. અમદાવાદમાં ગેસ્ટ હાઉસ અને હોટલની બહાર નકલી ક્રાઇમબ્રાન્ચ ઓફિસર તરીકે ઉભા રહીને હોટલમાંથી નીકળતા કપલ પાસેથી પૈસા પડાવતી ગેંગનો પોલીસ પર્દાફાશ કર્યો છે.

વેવાઈ વેવાણ હોટલમાંથી નીકળ્યા ત્યારે કર્યો હતો તોડ :

આ બાબતની ફરિયાદ એક આધેડ દ્વારા વાડજ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. જેમાં 42 વર્ષીય આધેડ તેમની વેવાણને લઈને એક હોટલમાં ગયા હતા. હોટલમાંથી બહાર આવીને તે વાડજ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જ બે લોકોએ તેમનો પીછો કર્યો અને આગળ જઈને તેમને ઉભા રાખ્યા હતા. જેના બાદ પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવતા હોવાની ઓળખ આપીને આ મહિલા કોણ છે ? તમે હોટલમાં કેમ ગયા હતા ? તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે એવા સવાલો પણ કર્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

ક્રાઇમ બ્રાન્ચમાં હોવાનું કહી પૈસા પડાવતા :

જેના બાદ આધેડને અવાવરું જગ્યા પર લઇ જઈને તેમની પાસેથી 9 હજાર રૂપિયા પડાવીને તે બંને રફુચક્કર થઇ ગયા હતા.ત્યારે આ મામલે આધેડે વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અમદાવાદ ઝોન 1 પોલીસ દ્વારા નકલી ક્રાઇમ બ્રાન્ચ બનીને હોટલની બહાર નીકળતા કપલને રોકી પાસ પડાવતા બંને લોકોની ધરપકડ કરી હતી. તોડ કરનારા આ બંને આરોપીઓના નામ અકરમ અંસારી અને મોહસીન ખાન પઠાણ છે. આ બંનેને પકડીને વાડજ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

પોલીસે કરી બંનેની ધરપકડ :

ત્યારે પોલીસે આ બંને આરોપીઓ પાસેથી બાઈક, મોબાઈલ અને રોકડ રૂપિયા મળીને કુલ 57 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરી લીધો છે. ત્યારે આરોપી અકરામ અંસારી અગાઉ પણ એક સપ્તાહ પહેલા જ શીલજ ખાતે એક કપલ સાથે પણ આ રીતે ટોડ કર્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. તો અન્ય આરોપી મોહસીન ખાન વિરુદ્ધ પણ કાગડાપીઠ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસની ઓળખ આપવાના તેમજ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુન્હો પણ નોંધાયો હતો.

Niraj Patel