પ્રેમ ફક્ત માણસ જ નહિ અબોલા જીવ પણ એકબીજાને કરે છે, પોપટ અને મેનાના આ પ્રેમે તો ખરેખર દિલ જીતી લીધા…જુઓ વીડિયો

પોપટની મેના પ્રત્યેની લાગણી જોઈને લોકો પણ બોલી ઉઠ્યા.. “આવી કાળજી તો માણસો પણ એકબીજાની નથી રાખતા…” જુઓ વીડિયો

માણસ કોઈને કોઈ રીતે બીજા માણસ પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરતા હોય છે. ક્યારેક માણસ બોલીને પ્રેમ જતાવે તો ક્યારેક હગ કે કિસ કરીને પણ પ્રેમ અભિવ્યક્ત કરતા રહે છે. સોશિયલ મીડિયામાં પણ તમે ઘણા બધા એવા વીડિયો જોયા હશે જે તમારું પણ દિલ જીતી લે. ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે માણસોનો નહિ પરંતુ પક્ષીઓનો છે.

પક્ષીઓ અને અબોલા જીવ પણ ઘણીવાર પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. પરંતુ તે કેવી રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે તે કોઈએ લગભગ નહિ જોયું હોય. પરંતુ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં આ ઘટના જીવંત બનતી જોવા મળી રહી છે. જેમાં પોપટ અને મેના એ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે કે લોકો પણ તેને જોઈને ખુશ થઇ જાય છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક લીલા રંગનો પોપટ એક પીળા રંગની મેનાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે એ મેનાને કિસ પણ કરે છે અને તેને એમ પણ પૂછે કે તને તરસ લાગી છે ?  જેનો મેના કોઈ જવાબ નથી આપતી અને પછી પોપટ સાઈડમાં ઉભો રહીને પોઝ આપવા લાગે છે.

ત્યારે આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને પોપટ દ્વારા મેનાની જે કાળજી લેવામાં આવે છે તે લોકોના દિલ જીતી ગઈ છે. આ વીડિયોને મૂળ unilad નામના ઇન્સ્ટાગ્રામ દ્વાર શેર કરવામાં આવ્યો હતો. જેના બાદ લોકો તે વીડિયોને શેર પણ કરી રહ્યા છે અને લાઈક પણ કરી રહ્યા છે. લોકોને આ લવબર્ડ ખુબ જ પસંદ આવ્યું છે.

Niraj Patel