મુકેશ અંબાણીએ પોતાના જામનગર વાળા ઘર માટે મંગાવ્યા 200 વર્ષ જૂના ઓલિવનાં વૃક્ષ, લાખો રૂપિયામાં કરી ખરીદી, જાણો કારણ

મુકેશ અંબાણી દેશનું જ નહિ દુનિયા પણ એક જાણીતું નામ છે, તેમના વૈભવ વિશે પણ આખી દુનિયા જાણે છે, તે ભારતના જ નહીં પરંતુ એશિયાના પણ સૌથી ધનવાન વ્યક્તિ છે. તેમના ઘરની અંદર રહેલો નાનામાં નાનો સામન પણ ખુબ જ કિંમતી હોય છે, ત્યારે હવે અંબાણીના જામનગર સ્થિત ઘરની શોભા વધવાની છે.

પોતાના અનેક ગુણો માટે જાણીતું ઓલિવનું વૃક્ષ હવે મુકેશ અંબાણીના ઘરની શોભા વધારવા જઈ રહ્યું છે. અંબાણી હવે તેમના ઘરના બગીચામાં 200 વર્ષ જૂનું ઓલિવ વૃક્ષ વાવવાની તૈયારી કરી રહ્યા છે, આ વૃક્ષને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેમજ ઓલિવનું વૃક્ષ ઘરે લગાવવાના પણ ઘણા ફાયદાઓ છે.

મુકેશ અંબાણીના જામનગરના બંગલામાં ટૂંક સમયમાં જ બે દુર્લભ ઓલિવ વૃક્ષો હશે, જેને આંધ્રપ્રદેશની એક નર્સરીમાં વિકસાવવામાં આવ્યા છે. વર્ષો જૂનું ઓલિવ ટ્રી (Olea europaea) લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્પેનથી આંધ્ર પ્રદેશની ગૌતમી નર્સરીમાં લાવવામાં આવ્યું હતું. બુધવારે આ બે મોટા વૃક્ષોને ટ્રકમાં ભરીને ગુજરાત મોકલવામાં આવ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે આ વૃક્ષો ગુજરાતના જામનગર સ્થિત અંબાણીના ઘરના બગીચામાં લગાવવામાં આવશે. આ દરમિયાન આ ટ્રકોએ પાંચ દિવસ મુસાફરી કરવી પડશે. નર્સરીએ વૃક્ષો લાવવાના ખર્ચ અંગે કંઈ જણાવ્યું નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો, અંબાણીએ બે ઓલિવ ટ્રી પાછળ લગભગ 85 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, આ બે વૃક્ષોની ઉંમર 170 થી 200 વર્ષની વચ્ચે છે. ગૌતમી નર્સરીના માલિકે જણાવ્યું કે વૃક્ષો જૂના છે અને તેને મોટી પોલિથીન બેગમાં રાખવામાં આવ્યા છે. તેને વહન કરતી વખતે ટ્રકની મહત્તમ ઝડપ 30 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. 29 નવેમ્બર સુધીમાં વૃક્ષો જામનગર પહોંચી જશે તેવો અંદાજ છે.

નર્સરીના અન્ય માલિક મારગાનીએ જણાવ્યું કે તેણે આ વૃક્ષો એક વર્ષ પહેલા સ્પેનથી આયાત કર્યા હતા. જે બાદ તેને સ્થાનિક વાતાવરણને અનુરૂપ બનાવવા માટે નર્સરીમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષો જૂના વૃક્ષોને ભારતીય પર્યાવરણને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેઓને વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. આ પછી, ઝાડ વિશે જાણ થતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેટલાક અધિકારીઓએ તેમની નર્સરીનો સંપર્ક કર્યો અને તેને ખરીદ્યા.

તમને જણાવી દઈએ કે કેટલીક સંસ્કૃતિઓમાં ઓલિવ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. ભારતમાં ઓલિવ વૃક્ષો વ્યવસાયિક રીતે ઉગાડવામાં આવતા નથી, તેમ છતાં ઘણા માને છે કે તેઓ સારા નસીબ અને સારા સ્વાસ્થ્ય લાવે છે. ઓલિવ વૃક્ષો એ કેટલીક વૃક્ષોની પ્રજાતિઓમાંની એક છે જે લાંબા સમય સુધી જીવે છે. કેટલાક ઓલિવ વૃક્ષો 1000 વર્ષથી વધુ જૂના હોવાનું કહેવાય છે.

Niraj Patel