ફિલ્મી દુનિયા

મોટો ધડાકો: શ્રીદેવીના ઘરમાં ઘુસ્યો કોરોના, 2 વ્યક્તિને થયો કોરોના- જાણો વિગત

હાલ કોરોનાસમગ્ર વિશ્વમાં ભરડો લીધો છે. સામાન્ય નાગરિકથી લઈને બૉલીવુડ અને દિગ્ગ્જ લોકો સુધી પહોંચી ગયો છે. કોરોનાએ બોલીવુડમાં પણ પગપેસારો કર્યો છે. બોલીવુડના ફિલ્મ નિર્માતા કરીમ મોરાની અને તેની 2 દીકરીઓ શાજા અને જોયા પણ કોરોના પોઝિટિવ થઇ ચુકી છે. કોરોના બોલીવુડમાં સૌથી વધુ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nashik Times (@nashiktimesonline) on

બોલીવુડના સેલિબ્રિટીઓના નોકરો બીજી જગ્યા પર પણ જતા હોય ખતરો વધુ રહે છે. હાલમાં જ એક મામલો સામે આવ્યો છે. બોની કપૂરના ઘરે કામ કરતા નોકરો રિપોર્ટ પોઝીટવ આવ્યો છે.

બોની કપૂરના ઘરે કામ કરતા વધુ બે નોકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા નોકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બોની કપૂર, તેની બે દીકરી, જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર સહિત ઘરના 6-7 નોકરોનો કોરોના રિપોર્ટ કરાવવામાં વધુ બે લોકો કોરોના પોઝિટિવ છે. તો બોની કપૂર અને તેની બે દીકરી જહાન્વી અને ખુશીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હકીકતમાં તાજેતરમાં એવો રિપોર્ટ આવ્યો હતો કે બોની કપૂરના લોખંડવાલાના ગ્રીન એકર્સ કોમ્પ્લેક્સ સ્થિત ઘરમાં તેનો એક નોકર કોરોના પોઝિટિવ આવ્યો હતો.બોની કપૂરના ઘરેથી મળેલા કોરોના પોઝિટિવ લોકોમાં કોઈ જ લક્ષણો જોવા મળ્યા ન હતા. આ પહેલા બોની કપૂરે પોતે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેઓ અને તેમની બંને દીકરીઓ સુરક્ષિત છે. તેઓ આ મુશ્કેલ ઘડીમાં તમામ પ્રકારની સાવધાની રાખી રહ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં બૉલીવુડ ફિલ્મ નિર્માતા બોની કપૂરે જણાવ્યું હતું કે, તેનો પરિવાર સેલ્ફ આઇસોલેશનમાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.