લૂંટેરી દુલ્હનથી સાવધાન: સતત 2 વર્ષ સુધી એક યુવક સાથે રિલેશનશિપમાં રહી પ્રેમ લગ્ન કરી બીજા આશિક સાથે દાગીના-રૂપિયા લઈને ફરાર

ગુજરાત સમેત દેશભરમાં લૂંટેરી દુલ્હનની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં લગ્નેચ્છુક યુવકોને પ્રેમ જાળમાં ફસાવી અથવા તો કોઈ વચોટિયા મારફતે વાત કરાવી લગ્ન કરતી હોય છે અને લગ્નના થોડા જ સમયમાં રોકડ અને ઘરેણા લઈને પલાયન પણ થઇ જતી હોય છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

બિહારની રાજધાની પટનાને અડીને આવેલા નૌબતપુરમાં પ્રેમ લગ્નના બે મહિના બાદ નવપરિણીત યુવતી તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. મામલો નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રૌનિયા ગામનો છે. આ ઘટના બાદ પતિ સહિત સાસરિયાઓ ચોંકી ઉઠ્યા છે. આટલું જ નહીં, નવપરિણીત મહિલા પોતાની સાથે સોનું અને પૈસા પણ લઈ ગઈ હતી, જેના પછી પીડિત પતિ હવે પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે.

(પ્રતીકાત્મક તસવીર)

પતિનો આરોપ છે કે તેની પત્ની તેના ગામના બોયફ્રેન્ડ સાથે આખી રાત મોબાઈલ પર વાત કરતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નૌબતપુરના રૌનિયામાં રહેતા લાલદેવ યાદવના પુત્ર સત્યાનંદની મુલાકાત 15 મહિના પહેલા સારાય બજારમાં રેવલીલા ટોલા, માનેરમાં રહેતા ઉમેશ યાદવની પુત્રી રાની કુમારી ઉર્ફે સુમન સાથે થઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

મુલાકાત બાદ બંને આખી રાત ફોન પર વાત કરવા લાગ્યા અને બાદમાં બંનેએ પોતપોતાના પરિવારજનોને સમજાવ્યા બાદ લગભગ બે મહિના પહેલા લગ્ન કરી લીધા હતા. સત્યાનંદનો આરોપ છે કે તેની પત્ની રાની કુમારી લગ્ન પછી આખી મોબાઈલ પર અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હતી. જેના કારણે તેને તેની પત્ની પર શંકા ગઈ.

સત્યાનંદે જણાવ્યું કે તે તેના એક પ્રેમી સાથે મોબાઈલ પર કલાકો સુધી વાત કરતી હતી. પત્નીના ફોન પર અન્ય કોઈ સાથે વાત કરવું એ પતિને પસંદ નહોતું. આ બાબતે બંને વચ્ચે ઘણી દલીલો થઈ હતી. દરમિયાન પત્ની રાની કુમારી લગ્નના બે મહિના બાદ સોમવારે સાસરિયાના ઘરેથી પૈસા અને સોનાના દાગીના લઈને ભાગી ગઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

જો કે, કેટલાક ગ્રામજનોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પતિ સત્યાનંદ દ્વારા પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારે આ મામલામાં નૌબતપુર પોલીસ સ્ટેશનના એસએચઓ રફીકુર રહેમાને કહ્યું કે હજુ સુધી કોઈ લેખિત અરજી મળી નથી. મૌખિક રીતે મહિલાના ઘર છોડવાની માહિતી મળી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

Niraj Patel