સુરતમાં મોબાઈલ ફોનમાં ગેમ રમવાનું વળગણ બે બાળકોનો જીવ લઇ ગયુ, એકને માતાએ ઠપકો આપ્યો તો બીજાનો મોબાઈલ રીપેર ના થયો

સુરતમાં માતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતા 17 વર્ષના કિશોરે જીવન ટૂંકાવ્યું તો 16 વર્ષની દીકરીનો મોબાઈલ રીપેરીંગમાં હોવાના કારણે મન ના લગતા મોતને વહાલું કર્યું

આજના સમયમાં મોબાઈલ ફોનમાં ઓનલાઇન ગેમ રમવાનું વળગણ મોટાભાગના બાળકોમાં જોવા મળી રહ્યું છે. બાળકો ગેમમાં એટલા ઓતપ્રોત થઇ જાય છે કે તેમને ભણવાનું પણ ધ્યાન નથી રહેતું. તો ઘણીવાર ઓનલાઇન ગેમના ચક્કરમાં જ કોઈની હત્યા થઇ જાય છે તો કોઈ આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતું હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવા જ બે મામલા સુરતમાંથી સામે આવ્યા છે. જેમાં પહેલા મામલામાં સુરતના લીંબાયત વિસ્તારમાં સાડીમાં સ્ટોન લગાવીને પરિવારનું ગુજરાન ચલાવતા કયામુદ્દીનનો 17 વર્ષનો દીકરો અશરફ આખો દિવસ ઓનલાઇન ગેમ રમવામાં જ મશગુલ રહેતો હતો. તેને ધોરણ 10 અભ્યાસ બાદ શાળામાંથી ડ્રોપ લીધો હતો અને હાલમાં જ ધોરણ 11માં એડમિશન લીધું હતું. ઓનલાઇન ગેમમાં મોટાભાગનો સમય બરબાદ અશરફને તેની માતાએ ઠપકો આપ્યો હતો, જેના કારણે અશરફને માઠુ લાગી આવ્યું અને તેને ઘરના પહેલા માળે જઈને ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઇ હતી. પોલીસ તપાસમાં પણ બાળકના મોતનું કારણ મોબાઈલની લત સામે આવ્યું હતું.

તો અન્ય એક કિસ્સામાં ડિંડોલી વિસ્તારમાં આવેલા ગણેશ નગરની ખોડલ કૃપા સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રમેશ્ભાનો 16 વર્ષીય દીકરી ઉર્વશીએ પણ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઉર્વશીનો મોબાઈલ ખરાબ થઇ ગયો હતો અને પરિવારે તેનો મોબાઈલ રીપેરીંગમાં આપ્યો હતો.

મોબાઈલ રીપેરીંગમાં હોવાં કારણે ઉર્વશીનું મન ઘરમાં લાગતું નહોતું. તેને ફોનનું એટલું વળગણ હતું કે ફોન વિના રહી ના શકી અને મંગળવારે સાંજે જયારે ઉર્વશી ઘરમાં એકલી હતી ત્યારે તેને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઉર્વશી હાલ ધોરણ 10માં અભ્યાસ કરે છે અને તેને હાલ અભ્યાસમાંથી ડ્રોપ આઉટ લીધો હતો.

Niraj Patel