વાયરલ

બે વ્યક્તિઓ વચ્ચે અચાનક થઇ ગઈ કોઈ વાતને લઈને બોલાચાલી, પછી આવી ગયા છુટ્ટા હાથે મારામારી કરવા, લાખો વાર જોવામાં આવ્યો વીડિયો

આજના સમયમાં લોકોની અંદર સહનશક્તિ નથી રહી, નાની અમથી વાતમાં પણ લોકો પેનિક બની જાય છે, કોઈની પણ વાતનું ખોટું માની બેસે છે અને ઘણા લોકો તો ઝઘડવા પણ લાગી જતા હોય છે, ઘણીવાર ઝઘડો એ હદ સુધી વણસી જાય છે કે લોકો મારા મારી ઉપર પણ ઉતરી આવે છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ ઝઘડાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. પરંતુ તેને જોતા એવું લાગે છે કે મામલો એરપોર્ટનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ પહેલા બીજા વ્યક્તિને થપ્પડ મારે છે. ત્યાં આસપાસ પણ ઘણા લોકો ઉભા છે. તેમની લડાઈની વચ્ચે કોઈ આવતું નથી. આ પછી બીજો વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે અને તેને થપ્પડ મારનાર વ્યક્તિને મુક્કો મારવા લાગે છે.

તે પહેલા તેને બે મુક્કાથી  મારે છે. બીજી વ્યક્તિ સહન કરી શકતો નથી અને તે પાછળ પડી જાય છે. પણ તે અટકતો નથી પણ ફરી ઉભો થાય છે અને તેની સાથે ફરીથી ઝઘડવાનું કરવાનું શરૂ કરે છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, અત્યાર સુધી આ વીડિયોને 9.2 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપતા જોવા મળી રહ્યા છે, સાથે જ કોમેન્ટમાં એમ પણ જણાવી રહ્યા છે કે આ લોકોમાં સહનશક્તિ જરા પણ નથી, આ વીડિયો ક્યાંનો છે તે માલુમ નથી થઇ શક્યું. પરંતુ ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું.