બે માથા અને ત્રણ હાથ સાથે થયો જોડિયા બાળકનો જન્મ, ICUમાં લડી રહ્યો છે જીવન અને મૃત્યુની જંગ, તસવીરો જોઈને રડી પડશો

જીવન અને મોત ઉપરવાળાના હાથમાં છે તે આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ ધરતી ઉપર ડોકટરો પણ ભગવાનથી કમ નથી હોતા, તે ઘણા લોકોની જિંદગી બચાવતા હોય છે, પરંતુ કુદરત પણ ઘણીવાર એવું કરે ત્યારે તેના ઉપર ગુસ્સો આવી જાય છે, ઘણા બાળકો જન્મતા જ એવી ખોળ ખાંપણ સાથે જન્મે છે કે તેને જોઈને જ દયા આવી જાય, હાલ એવા જ એક બાળકના જન્મથી ચર્ચાઓનો માહોલ ગરમ થયો છે.

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં એક મહિલાએ અનોખા બાળકને જન્મ આપ્યો છે. બાળકને બે માથા અને ત્રણ હાથ છે. બાળકને હાલ ઈન્દોર રીફર કરવામાં આવ્યો છે. મામલો રતલામના એમસીએચનો છે, જ્યાં જાવરાની રહેવાસી શાહીનએ આ અનોખા બાળકને જન્મ આપ્યો છે. આ બાળકને બે માથા અને ત્રણ હાથ છે.

ત્રીજો હાથ બે ચહેરાની વચ્ચે પીઠ તરફ છે. બાળકને થોડા સમય માટે રતલામના SNCUમાં રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને MY હોસ્પિટલ, ઈન્દોરમાં રિફર કરવામાં આવ્યો હતો. સોનોગ્રાફીમાં આ બાળક જોડિયા જેવું લાગતું હતું. SNCU ઈન્ચાર્જ ડૉ. નાવેદ કુરેશીએ જણાવ્યું કે બાળકની હાલત નાજુક છે.

ડો.નાવેદ કુરેશીએ જણાવ્યું હતું કે આવા કિસ્સામાં, ઘણા બાળકો કાં તો ગર્ભાશયમાં સમાપ્ત થઈ જાય છે અને જો બાળકનો જન્મ થયો હોય તો પણ તેઓ ફક્ત 48 કલાક જ જીવતા હોત. જો કે આવા કિસ્સાઓમાં સર્જરીનો વિકલ્પ હોય છે, પરંતુ આ પછી પણ 60થી 70 ટકા બાળકો બચતા નથી.

હાલમાં, બાળકને ઇન્દોરની MY હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે માતાને રતલામની હોસ્પિટલમાં રાખવામાં આવી છે. બાળક ડોકટરોની દેખરેખ હેઠળ છે. તમને જણાવી દઈએ કે રતલામમાં 2017માં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક મહિલાએ બે માથા અને ત્રણ હાથવાળા બાળકને જન્મ આપ્યો હતો. બાળકનું હૃદય, શિશ્ન, ફેફસાં બધું એક હતું, માત્ર માથા બે હતા. જન્મથી જ બાળકની હાલત નાજુક હતી, જન્મના બે દિવસ બાદ બાળકનું મોત થયું હતું.

Niraj Patel