દેશના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘણા લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે. છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં ખુબ જ ભારે વરસાદ વરસ્યો જેના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યાં હતા. અને લોકો મોટી મુસીબતમાં પણ મુકાઈ ગયા, જેના વિડીયો સોશિયલ મીડિયામાં અને સમાચારોમાં અવાર-નવાર જોવા મળ્યા, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો જેને આ વરસાદની ચિંતા વચ્ચે પણ મજા કરાવી દીધી છે.

આ વિડીયો 6 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે જેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે “મુંબઈ સ્ટાઈલમાં…. તું ચિલ્લ માર, ટેંશન ના લે..” આ વિડીયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. જેના ઘણા જ લાઈક અને વિવ્સ મળી ગયા છે. ઘણા લોકો કોમેન્ટ કરીને પણ મઝા મણિ રહ્યા છે.
‘Tu chill maar, tension na le’
Mumbai style pic.twitter.com/HfLBSlsov7— Cherry Dimple (@realshailimore) August 6, 2020
આ વીડિયોમાં બે વ્યક્તિઓ રોડ ઉપર ગાદલાની અંદર પાણીના પ્રવાહમાં તરત દેખાય છે. મુંબઈના રોડ ઉપર જ્યાં પાણી ફરી વળ્યાં છે ત્યારે રસ્તા પણ નહેર બની ગયા છે, અને આ રસ્તા ઉપર ગાદલું નાખીને આ રીતે મઝા માણતા મુંબઈના બે યુવકોનો વિડીયો કોઈએ ઉતાર્યો અને તે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.