એક પ્રેમી માટે રસ્તા ઉપર જ બાખડી પડી બે પ્રેમિકાઓ, એક બીજાને ચોટલા પકડીને રસ્તા ઉપર જ ઘસેડી અને ડંડાથી… જુઓ વીડિયો

આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે તમાશાને તેડું નથી હોતું. કોઈપણ જગ્યાએ જો ઝઘડો થતો જોવા મળશે તો લોકોના ટોળા ત્યાં પહોંચી જતા હોય છે, અને હવે તો સોશિયલ મીડિયાનો જમાનો હોવાના કારણે લોકો આવી ઘટનાઓના વીડિયો બનાવીને પણ પોસ્ટ કરી દેતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક ઝઘડાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં છોકરીઓ ચોટલા પકડી અને ડંડાવાળી કરતી જોવા મળી રહી છે.

તમે બે છોકરાઓને ગર્લફ્રેન્ડ માટે લડતા જોયા જ હશે. પરંતુ, હલ્દવાનીના હીરાનગર પોલીસ ચોકી વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બોયફ્રેન્ડ માટે બે છોકરીઓ વચ્ચે ખૂબ ગાળાગાળી અને મારઝૂડ થઈ હતી. રસ્તા પર બે યુવતીઓ વચ્ચેનો હંગામો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બન્યું એવું કે હલ્દવાનીના હીરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ યોગા પાર્કમાં બે પ્રેમિકાઓ એક પ્રેમીના કારણે એકબીજા સાથે ઝઘડો કરવા લાગી ગઈ. અચાનક જ બંને છોકરીઓ વચ્ચે લાત અને ઘુસા ચાલવા લાગ્યા. આસપાસ હાજર મહિલાઓએ માંડ માંડ બંને છોકરીઓને અલગ કરી અને મામલો શાંત પાડ્યો. તે જ સમયે કોઈએ મારપીટનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

રવિવારે હલ્દવાનીના હીરાનગર સ્થિત પોલીસ યોગા પાર્કની બહાર યુવતીઓના બે જૂથ ઝડપાયા હતા. લાકડીઓથી સજ્જ છોકરીઓના જૂથે એકબીજાને જોરદાર માર માર્યો અને જોવા માટે લોકોના ટોળા પણ જામી ગયા અને કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો.

હીરા નગર પોલીસ આવે તે પહેલા જ યુવતીઓ ત્યાંથી નીકળી ગઈ હતી. પોલીસની જાણના આધારે પ્રેમી સાથે ઝઘડો થયો હોવાની ચર્ચા હતી. આ મામલે એસપી સિટી હરબંસ સિંહે પાર્કની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરીને કાર્યવાહી કરવાનું કહ્યું છે. જો કે, બંને પક્ષો ફરિયાદ સાથે પોલીસ પાસે ગયા નથી.

Niraj Patel