રાજકોટમાં બે મિત્રોએ એકસાથે કર્યું મોતને વહાલું, બંને પરિવારના માથે ફાટ્યું દુઃખનું આભ

પોસ્ટમોટર્મ રિપોર્ટમાં એવું રહસ્ય ખુલ્યું કે બંને બાળકોના પરિવાર હચમચી ગયો- જાણો વિગત

ઘણા મિત્રો પણ એવા હોય છે જે સાથે જીવવા મારવાની કસમો પણ ખાતા હોય છે. ત્યારે આવું જ કંઈક હાલ રાજકોટમાં જોવા મળ્યું છે, જ્યાં બે મિત્રોએ એક સાથે જ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કરી લીધું હોવાનું ઘટના સામે આવી રહી છે. બંને મિત્રોના એકસાથે મોત થવાના કારણે બંનેના પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરનાં કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટ પાછળ લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતાં અને અભ્યાસ કરતાં 16 વર્ષના સગીર વયનો દિશાંત અને સંત કબીર રોડ પર ગોકુલનગર-1માં રહેતાં તથા યાર્ડમાં મજૂરી કરતાં તેના 20 વર્ષના મિત્ર શ્યામ વિનુભાઇ મેવાડા અલગ અલગ જગ્યાએ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

કુવાડવા રોડ પર આવેલ ડી માર્ટ ના પાછળના ભાગમાં આવેલી ટાઉનશીપમાં રહેતો 16 વર્ષીય દિશાંત અરજણભાઇ ઝાલા  બહારથી ઘરે આવી સીધું જ સેટી પર સુઈ ગયો હતો ત્યારબાદ તેના મોઢામાંથી સફેદ ફીણ નિકળતા જોઇ પિતા અરજણભાઈ અને માતા નીરૂબેન તેમજ અન્ય સગા-સંબંધીઓ હતપ્રભ થઇ ગયા હતા. જેના બાદ તેને તાત્કાલિક રિક્ષાની અંદર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. રિક્ષાની અંદર તેના પિતા સતત તેને પૂછી રહ્યા હતા કે તને શું થયું પરંતુ દિશાંત કઈ બોલી શક્યો નહોતો અને સીવીલી પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

તો બીજી તરફ મોરબી રોડ પર જૂના જકાત નાકા પાસે 20 વર્ષીય શ્યામ વિનુભાઇ મેવાડા રેતીના ઢગલા પર બેભાન હાલતમાં પડયો હોવાની જાણ 108ને થઈ હતી. 108 ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મીઓ દ્વારા તાત્કાલિક અસરથી યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે હોસ્પિટલમાં આની સાથે જ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

બનાવની બે અલગ અલગ એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધાવતા બી ડિવિઝન દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી તો સાથે જ પોસ્ટ મોર્ટમ કરાવતા બંનેના મોત માં ઝેરી દવા પીવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો હતો. આ બંને મિત્રો હોવાનું પણ સામે આવ્યું હતું. પરંતુ તેમને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હજુ પણ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. પોલીસ પણ હવે આપઘાત પાછળનું કારણ શોધવામાં તપાસ કરી રહી છે.

Niraj Patel