વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાં ગૂંજ્યા શરણાઈના સુર, બે અનાથ દીકરીઓના થયા ખુબ જ ધામધૂમથી લગ્ન, અશ્રુભીની આંખે આપી વિદાય

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઘણા યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, આ દરમિયાન ઘણા એવા લગ્નની ખબરો સામે આવતી હોય છે જે જાણીને આપણી પણ આંખો ભીની થઇ જાય. હાલ એવા જ એક લગ્ન વડોદરામાં યોજાયા. જ્યાં નારી સંરક્ષણ ગૃહની અંદર શરણાઈના સુર ગુંજી ઉઠ્યા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા સંચાલિત વડોદરાના નારી સંરક્ષણ ગૃહના આંગણે બે વર્ષ બાદ શરણાઈના સુર ગુંજી ઉઠ્યા છે. અહીંયા જ પોતાનું બાળપણ વીતાવનારી વંદના અને શીતલે પ્રભુતામાં પગલાં માંડ્યા. પોતાનું પિયર માની અને નારી સંરક્ષણ ગૃહમાં રહેતી વંદના અને શીતલે જયારે પોતાના ભરથાર સાથે વિદાય લીધી ત્યારે માહોલ અશ્રુભરેલો બની ગયો હતો, ત્યાં ઉપરસ્થિત સૌ લોકોની આંખોના આંસુ સુકાઈ રહ્યા નહોતા.

આ બંને દીકરીઓના લગ્ન સમયે સમાજના ઘણા લોકો તેમની પડખે ઉભા રહ્યા હતા અને તેમને વંદના અને શીતલ નામની આ બંને દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા થા. લગ્નમાં હજાર ઘટના શ્રેષ્ઠિઓએ પોતાની યથાશક્તિ અનુસાર દાન પણ કર્યું હતું. સમાજના ઘણા લોકો દ્વારા આવી અનાથ દીકરીઓના પાલન પોષણની જવાબદારી સ્વીકારવામાં આવે છે અને તેમના લગ્નની ઉંમર તથા જ તેમ થતા જ તેમને ધામધૂમથી પરણાવવામાં પણ આવે છે.

ત્યારે પ્રભુતામાં પગલાં માંડનાર દીકરી શીતલના ભૂતકાળ વિશે વાત કરીએ તો શીતલ પવારની માતાનું નિધન થયા બાદ તેના પિતા અટલુભાઈ પાવર ક્યાંક ચાલ્યા ગયા હતા. જેના બાદ શીતલના કોઈ સંબંધી તેને અહીંયા મૂકી ગયા હતા. જેના બાદ રાજ્ય સરકાર દ્વારા તેનું પાલન પોષણ કરવામાં આવ્યું હતું. શીતલે તેનું બાળપણ અહીંયા હસતા રમતા પસાર કર્યું અને ગત રોજ તે દુલ્હન બનીને આજ આંગણેથી વિદાય થઇ.

તો અન્ય દીકરી વંદના વિશે પણ વાત કરવામાં આવે તો વંદના અહીંયા 8 વર્ષની ઉંમરમાં લાવવામાં આવી હતી, પોલીસ દ્વારા અનેક સ્થળો તેના વાલીની તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેમની કોઈ ભાળ મળી નહોતી. ત્યારે ગત રોજ તેના પણ ધામધૂમથી લગ્ન આજ આંગણે કરવામાં આવ્યા. આ બંને દીકરીઓ એક આદર્શ નારી બને તેવા સંસ્કારોનું સિંચન પણ તેમના કવામાં આવ્યું હતું.

Niraj Patel