દુઃખદ: કલોલમાં પિતાએ બંને ફૂલ જેવી દીકરીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતું, સુસાઇડ નોટમાં ખુલ્યું રાઝ

કલોલમાં પતિએ 5 અને 7 વર્ષની 2 દીકરીઓ સાથે કર્યો આપઘાત, કારણ જાણીને દુઃખી થઇ જશો

રાજયભરમાંથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. કેટલાક લોકો માનસિક ત્રાસને કારણે તો કેટલાક લોકો આર્થિક તંગીનેે કારણે મોતને વહાલુ કરી લેતા હોય છે. ઘણીવાર તો સામૂહિક આપઘાતની પણ ઘટનાઓ સામે આવતી હોય છે, જે ખરેખર ચોંકાવનારી છે. લગભગ ૩ મહિના પહેલા ગુજરાત રાજયના કલોલમાંથી એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ તેમની બે ફૂલ જેવી દીકરીઓ સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, કલોલના પલસાણાના એક વ્યક્તિએ તેમની બે દીકરીઓ સાથે રામનગરની કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ વ્યક્તિ તેની પત્નીની મોતનો આઘાત સહન ન કરી શક્યો ન હતો અને તેને જ કારણે તેને ગુરુવારના રોજ બપોરે બંને દીકરીઓ સાથે કેનાલમાં ઝંપલાવી દીધુ.

આ વ્યક્તિનું નામ ભાવેશ પ્રજાપતિ હોવાનું સામે આવ્યુ છે. ભાવેશભાઇની પત્નીએ એક મહિના પહેલા જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો અને તે બાદ આ આઘાત સહન ન કરી શકતા ભાવેશભાઇએ પણ દીકરીઓ સાથે મોતને વહાલુ કરી લીધુ. તેની પત્નીનું નામ મનીષા હોવાનું ખુલ્યુ છે.

આ યુવકે સુસાઇડ નોટ પણ લખઈ છે અને તેમાં તેણે લખ્યુ છે કે, મનીષા વિના હું જીવી શકતો ન હતો અને રોજ રોજ મરી રહ્યો હતો, જેના કારણે મેં આ પગલુ ભર્યુ છે. હું મારી દીકરીઓને પણ સાથે લઇને જાઉં છું. ઘરના માનસિક તણાવને લઇને અમારે બંનેને અલગ રહેવુ હતુ પરંતુ રહેવા ન દેવાયા અને એટલા માટે જ મનીષાએ આ પગલુ ભર્યુ અને મેં પણ.

પોલિસને આ ઘટનાની જાણ થતા તે તરત દોડી આવી હતી અને ત્રણેયની લાશનો કબ્જો લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુસાઇડ નોટમાં ભાવેશભાઇએ પીએફની રકમ અને શેર વેચીને જે પણ પૈસા આવે તે દીકરીઓના નામે અનાથ આશ્રમમાં આપવાની વાત લખી હતી અને પોતાના ભાગે આવતી જમીન, મકાન, ગાડી પણ અનાથ આશ્રમમાં દાન કરવાનું કહ્યુ હતુ.

આ ઉપરાંત તેની પત્ની મનીષા પ્રતાપપુરામાંથી જે પણ સામાન લાવી હતી તે વસ્તુઓ ફીક્સ ડિપોઝિટના પૈસા તેના પિયરમાં આપી દેવા કહ્યું છે. યુવકે સાસુ-સસરાને સંબોધીને બધુ પોતાની બંને દીકરીના નામે દાન કરવા લખ્યું છે.

ભાવેશભાઇએ પોતાની સુસાઇડ નોટમાં જણાવ્યુ છે કે, અમારા ત્રણેયના અંતિમ સંસ્કાર સાથે કરવા અને તેમણે આ નોટમાં માનસિક ટોર્ચર કરવામાં આવતુ તેવી વાત પણ લખી છે. તેમણે લખ્યુ હતુ કે, મારી દીકરીઓને મારી પાસે આવતી રોકવામાં આવતી. મારા વડીલોને વિનંતી છે કે હવે જે પણ થયુ છે તે મારા માતા પિતાને કોઇ કઇ ન કહેતા અને ગુનેગાર પણ ન માનતા અને મારા ભાઇને પણ.

Shah Jina